Surat News : ગુજરાતમાં કાયદાની (Law and Order in Gujarat) પરિસ્થિતિ દિવસેને દિવસે લથડી રહી છે તેમાં પણ સુરતમાં (એહીોૂ) દરરોજ સવાર થતાંની સાથે જ હત્યાની (Surat Murder) ઘટના સાંભળવા મળતી હોય છે ત્યારે સુરતમાં આજે વધુ એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે જેમાં લિફ્ટમાં જવાને લઈને પાડોશી સાથે થયેલા ઝઘડામાં પાડોશી દ્વારા માર મારતા વૃદ્ધ વ્યક્તિનું થયું મોત થયું હતું (Neighbor Killed in Surat).
ઉદ્યોગિક રાજ્ય તરીકે ગણાતું ગુજરાત ગુનાખોરી માટે દિવસેને દિવસે ત્યાંથી મેળવી રહ્યું છે તેમાં પણ ગુજરાતના સુરતમાં સૌથી વધુ ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે હત્યા હત્યાનો પ્રયાસ ચોરી લૂંટ બળાત્કાર જેવી ઘટનાઓ સતત બનતી રહે છે ત્યારે સુરતમાં ૨૪ કલાકમાં એક હત્યાની ઘટના સામે આવતી હોય છે ત્યારે આજરોજ સામાન્ય બાબતે થયેલા ઝઘડા બાદ એક આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આજના મોતને લઈને સુરત નહીં પણ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી. મૃતકના સગા તરીકે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીના નામ અને વિગત સામે આવતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી સુરતના અડાજણ રતન પાર્ક એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં અવર-જવરને લઈ બે પાડોશી ઝઘડો થયો હતો મહેશભાઈ શાંતિલાલ સંઘવી ડાયમંડના વ્યવસાય સાથે જોડાયેલા હતા. હાલ નિવૃત જીવન જીવી રહ્યા હતા.
બોની કમલેશ મહેતા નામના ઈસમ યુવાન સાથે કોઈ વાત ઉપર બોલાચાલી થઈ
મહેશભાઈ બે દીકરા અને બે દીકરીઓ છે. ઘટના શનિવાર રાતની છે. સાડા ચાર વાગ્યાના અરસામાં પિતા દીકરી ફોરમ સાથે ખરીદી કરવા નીકળ્યા હતા. પરત ફરતા લિફ્ટમાં ઉપર આવી રહ્યા હતા. ત્યારે બોની કમલેશ મહેતા નામના ઈસમ યુવાન સાથે કોઈ વાત ઉપર બોલાચાલી થતા વાત ઝઘડા સુધી પહોંચી હતી.
વૃદ્ધ મહેશ સંઘવીની હત્યાનો મામલો, પોલીસે ઘરે જઈ તપાસ કરી
નાકના ભાગે મુક્કો મારતા લોહીલુહાણ થઈ ગયા હતા
જેમાં મહેશભાઈને નાકના ભાગે મુક્કો મારતા લોહીલુહાણ થઈ ગયા હતા.ગંભીર હાલતમાં મહેશભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં આજે વહેલી સવારે વૃદ્ધ મહેશભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ રાંદેર પોલીસને કરાતા પોલીસે હત્યાની કલમ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
જોકે મનાર આધેડ વયના વ્યક્તિ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીના સગા હોવાની વિગતો સામે આવી છે.જોકે કાકાના મોતના સમાચાર મળતા જ ગૃહમંત્રીના માતા-પિતા જે ગાંધીનગર ખાતે હતા તેઓ સુરત આવવા રવાના થઇ ગયા હતા ખાસ કરીને કહેવાય છે કે સુરતમાં અત્યારે ઘટનાઓ સામે આવે છે પણ તેમાંથી ગૃહમંત્રીના પરિવારના વ્યક્તિની હત્યા મામલે સુરત પોલીસે દોડતી થઇ ગઇ છે અને ગુનાખોરીની ઓછી હોવાની વાત કરતાં ગૃહમંત્રીના કુટુંબીક વ્યક્તિને અધ્યાત્મ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર