સુરત: મેલી વિદ્યાના નામે અનોખી રીતે ઠગાઈ કરતી મહિલા ગેંગની ચપ્પલથી પીટાઈ - Video વાયરલ


Updated: February 27, 2020, 8:33 PM IST
સુરત: મેલી વિદ્યાના નામે અનોખી રીતે ઠગાઈ કરતી મહિલા ગેંગની ચપ્પલથી પીટાઈ - Video વાયરલ
સ્થાનિક મહિલાઓએ ઠગાઈ કરતી મહિલા ગેંગની ચપ્પલથી પીટાઈ કરી (વીડિયો - સ્ક્રિન શોર્ટ)

પોલીસ મહિલા ગેંગને ઝડપી પાડે તે પહેલા છેતરપિંડી કરવા ગયેલ આ મહિલા ગેંગની બે મહિલાને લોકોએ મારમારી શીખવાડ્યો હતો પાઠ

  • Share this:
સુરતની ડીંડોલી પોલીસે એક એવી મહિલા ગેંગ ઝડપી પાડી છે કે, તે ખાસ કરીને ઉત્તર પ્રેદેશ અને બિહારની મહિલા ઘરમાં એકલી હોય તે સમયે જઈને દાન માંગવાના બહાને ઘરમાં પ્રવેશ કરી મેલી વિધિના બહાને કરતી હતી છેતરપિંડી. જોકે પોલીસે આ ગેંગ ઝડપી પાડે તે પહેલા સોસાયટીના લોકોએ પકડી પાડીને ચપ્પલ વડે તેમની માર માર્યો હતો, આ ઘટનાનો વિડીયો હાલમાં વાઇરલ થયો છે.

સુરતમાં છેલ્લા લાંબા સમયથી એક મહિલા ગેંગ છેતરપિંડી કરીને લોકો સાથે ઠગાઈ કરતી હતી, તેવી ફરિયાદ સતત પોલીસને મળતી હતી ત્યારે આ મામલે ડીંડોલીપોલીસે એક મહિલા ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ ગેંગની મહિલા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરીને ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારની વાતની હોય તેવી મહિલા એકલી હોય ત્યારે તેની પાસે દાન માંગવાના બહાને જઈને તેને વિશ્વાસમાં લઈને તેના ઘરમાં પ્રવેશ કરીને મેલી વિધિના નામે છેતરપિંડી કરતી હતી.

જોકે પોલીસે આ મહિલા ગેંગ પાસેથી દાગીના સાડી અને રોકડા માંડીને 10 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ મહિલા ગેંગે શહેરના અલગ અલગ વિસ્તારમાં 70 કરતા વધુ જગ્યાએ છેતરપિંડી કરી હોવાની વિગત પોલીસ તપાસમાં બહાર આવી હતી. મહિલા ગેંગ પોલીસના હાથે પકડાય તે પહેલા ડિંડોલી વિસ્તારમાં એક સોસાયટીમાં દાન માંગવાના બહાને છેતરપિંડી કરવા ગઈ હતી, ત્યારે સોસાયટીના લોકોએ આ ઠગ મહિલા ગેંગની બે મહિલાને ઝડપી પાડીને જાહેરમાં ચપ્પલ વડે માર મારવામાં આવ્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સ્થાનિક મહિલાઓએ તેમને પકડી પાડી બરાબરનો મેથી પાક આપતા વીડિયોમાં દેખાય છે, ત્યારે હવે આ વિડીયો જોઈને પણ મહિલા ગેંગ દ્વારા ઠગાઈનો ભોગ બનેલા લોકો સામે આવીને આ ગેંગ વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, ધાર્મિક વિધિના બહાને ઘરમાં પ્રવેશ કરીને ઘરમાં રહેલ મહિલાને વિશ્વાસમાં લઇને ભૂત પ્રેત અને મેલી વિધા તમારા ઘરમાં છે, તેના માટે ધાર્મિક વિધિ કરવાનો વિશ્વાસ આપીને મહિલાઓ સાથે આ ગેંગ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હતી. આ મામલે પોલીસે બાતમીના આધારે એક મહિલા ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ મહિલા ગેંગ પણ ઉત્તર પ્રદેશની છે અને મુસ્લિમ હોવા છતાંય હિન્દૂ નામ ધારણ કરીને વિધિ સાથે બાળક અને પતિ મરી જવાની બીક બતાવીને કરતી હતી છેતરપિંડી. જોકે પોલીસે આ ગેંગને ઝડપી પાડી તેમની પાસેથી 10 લાખનો મુદામાલ કબજે કર્યો છે.મહત્વની વાત એ છે કે, લોકોને એ રીતે ધાર્મિક રીતે ડરાવતી કે, જો આ બાબતે કોઈને કહશે તો તારો દીકરો અથવા પતિનુ મુત્યુ થશે, જેના કારણે ઠગાઈનો ભોગ બન્યા બાદ પણ મહિલાઓ આ ઘટના મામલે પરિવારને પણ જાણકારી આપતી ન હતી.
First published: February 27, 2020
વધુ વાંચો
अगली ख़बर