Hit and Run: ત્રણ મહિના પછી લગ્ન હતા અને સુરતનાં યુવકનું હિટ એન્ડ રનમાં મોત
Hit and Run: ત્રણ મહિના પછી લગ્ન હતા અને સુરતનાં યુવકનું હિટ એન્ડ રનમાં મોત
સુરતમાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત
Hit and Run Case: મૃતક રાહુલના જૂન મહિનાની 12 તારીખે લગ્ન હતા અને રાહુલ બિહાર જવાનો હતો આ આકસ્મિક ઘટના બની જતા હાલમાં રાહુલનો પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે. લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાયો હતો.
સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં ગણેશનગર કોલોનીમાં BRTS રૂટ પર બેફામ દોડતી કારે યુવકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવાન ફંગોળાઈ નીચે પડ્યો હતો. જે બાદ તેનું ઘટના સ્થળે જ મોત નિજપ્યું હતું. ઘટના અંગે કાપોદ્રા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
12 જૂનનાં આ યુવકનાં લગ્ન હોવાથી તે ખરીદી કરવા નીકળ્યો હતો. યુવાન સુરતના કાપોદ્રા વિસ્તારના ગણેશનગર BRTS રૂટમાં એક કાર બે ફામ દોડી રહી હતી ત્યારે રસ્તા પર જતાં બે રત્નકલાકારોને અડફેટે લીધા હતા જેમાં એક યુવક હવામાં ફંગોળાઈ નીચે પટકાયો હતો. અને તેનું ઘટના સ્થળે મોત નિજપ્યું હતું. જ્યારે બીજા મિત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. મૃતક યુવક રત્નકલાકાર હતો અને તે બિહારનો નિવાસી હતો. રાહુલ ગોસ્વામી અને સૂરજ ગિરી બને મિત્રો જઈ રહયા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.જેમાં રાહુલ ગિરીનું ઘટના સ્થળે મોત નિજપ્યું હતું.
મૃતક રાહુલના જૂન મહિનાની 12 તારીખે લગ્ન હતા અને રાહુલ બિહાર જવાનો હતો આ આકસ્મિક ઘટના બની જતા હાલમાં રાહુલનો પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે. લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાયો હતો.
મહત્વની વાત એ છે સુરત શહેરમાં કાર ચાલકો બેફામ બન્યા છે છેલ્લા એક સપ્તાહમાં પાંચથી વધુ અકસ્માત બન્યા છે જેમાં અત્યાર સુધીમાં બેનાં મોત થયા છે ત્યારે સુરત પોલીસ આ માળે ગંભીરતા દાખવીને બેકાબુ બનેલ કાર ચાલકો સામે લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે. સુરત BRTS રૂટમાં આ પ્રકારની ઘટનાઓ જાણે દરરોજ બનતી હોય તેવું લાગી રહ્યું છે
છેલ્લા એક વર્ષમાં આ પ્રકારની ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આ રૂટમાં અન્ય વાહનનાં પ્રવેશવાં પર પ્રતિબંધ હોવા છતાં લોકો આવી ભૂલ કરી રહ્યા છે આ વર્ષમાં અત્યાર સુધીમાં BRTS રૂટમાં 254 જેટલી ગાડીઓ બેફામ ગતિએ દોડતી હોવાની ફરિયાદો સામે આવી છે
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર