સુરત : હાઇટેક ચોર! બુલેટની ચોરી કરવા માટે યુટ્યૂબ Video જોઈ લોક તોડતા શીખ્યા,ડાયરેક્ટ કરવાની તરકીબ પણ શીખી

સુરત : હાઇટેક ચોર! બુલેટની ચોરી કરવા માટે યુટ્યૂબ Video જોઈ લોક તોડતા શીખ્યા,ડાયરેક્ટ કરવાની તરકીબ પણ શીખી
સુરત સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ચોર

'શાહી ચોરના રજવાડી ઠાઠ' બુલેટ ચોરી કરવા માટે યુ ટ્યૂબ પર વીડિયો જોઈને પાઠ શીખ્યા, જોકે, પોલીસના હાથ ઝડપાઈ ગયા

  • Share this:
સુરત પોલીસે એક  (Surat Police) એવા ચોરને પકડી પાડ્યા છે જે સાઇબર ક્રાઇમ (Cyber Crime) દિવસેને દિવસે વધી રહી રહી છે તેવામાં હવે ગુનેગારો સોશલ મીડિયાનો (Social Media) ઉપયોગ કરી ચોરી કરતા હોય છે તેવામાં યુ ટ્યુબ (You Tube) ઉપર બુલેટનું (Bullet)  લોક તોડી ડાયરેકટ ચાલુ કરવાનો વિડીયો (Video) જાયા બાદ પંદર દિવસ પહેલા લિંબાયત (Limbayat) વિસ્તારમાંથી બુલેટ (Royal Enfield) ચોરી કરનાર બે વાહન ચોરને ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) બાતમીના આધારે ઝડપી પાડી લિંબાયતમાં નોîધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચના  સ્ટાફના માણસો દિવાળી તહેવારો નિમિતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નાઈટ પેટ્રોલિંગમાં હતા તે વખતે વાહન સ્કોડના માણસોએ બાતમીના આધારે લિંબાયતના આંજણા નહેર રોડ આંબેડકર નગર પાસેથી જાવીદ રફીક સૈયદ અને સમીર જમીર શેખ ને ઝડપી પાડી રોયલ ઍનફિલ્ડ બુલેટ Classic 350 CC વાહન કબજે કરી હતી.



આ પણ વાંચો : નવસારી : 1.74 લાખનો દારૂ ઝડપાયા બાદ PSI સસ્પેન્ડ, સુરત RR સેલે પાડ્યા હતા દરોડા

જોકે પકડાયેલ બને યુવાની હિલચાલ યોગ્ય ન લાગતા પોલીસે પકડેલા યુવાનોની  પ્રાથમિક પુછપરછ આ ગાડી ચોરીની હોવા સાથે  બંનેએ જણાવ્યું  યુ-ટ્યૂબ ઉપર બુલેટનું લોક તોડી ડાયરેકટ ચાલુ કરવાનો વીડિયો જોયો હતો અને ત્યારબાદ પંદરેક દિવસ પહેલા રાત્રીના સમયે લિંબાયત નારાયણનગર પાસે રોડ ઉપરથી સ્ટેરીંગ લોક તોડી ડાયરેકટ કરી બુલેટ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા બુલેટ ચોરી અંગે ફરિયાદ પણ નોîધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ માટે ઇન્ટરનેટ મોટું હથિયાર

ઇન્ટરનેટની દુનિયા ક્રાઇમ માટે હવે મહત્તવનું હથિયાર બની ગયું છે. ઠગ લોકો યુટ્યુબ પરથી કે અન્ય કોઈ જગ્યાએથી જોઈને ચોરી કરતા શીખે છે. આ પ્રકારના ક્રાઇમ શોમાંથી જોઈને ક્રાઇમ કરતા લોકો નજરે પડતા હોય છે ત્યારે આ ગુનામાં પણ ક્રાઇમ કુંડળી કઈક આવું જ સૂચવી રહી છે. દરમિયાન પોલીસે આ ચોર લોકોએ અન્ય કોઈ વાહનની ચોરી કરી છે કે નહીં તેની પુછપરછ પણ કરી છે. જોકે, સમય સાથે ગુનેગારો પણ હાઇટેક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યુું છે.
Published by:Jay Mishra
First published:November 04, 2020, 15:52 pm

ટૉપ ન્યૂઝ