દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટીંગ ચાલુ: સૌથી વધુ ઉમરગામ અને બારડોલીમાં, જાણો - ક્યાં કેટલો વરસાદ?

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટીંગ ચાલુ: સૌથી વધુ ઉમરગામ અને બારડોલીમાં, જાણો - ક્યાં કેટલો વરસાદ?
દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મનમુકીને વરસી વરસી રહ્યા છે. અવિરતપણે વરસી રહેલા વરસાદે તેની બેટીંગ યથાવત રાખી છે.

દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મનમુકીને વરસી વરસી રહ્યા છે. અવિરતપણે વરસી રહેલા વરસાદે તેની બેટીંગ યથાવત રાખી છે.

  • Share this:
સુરત : ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. રાજયમાં તમામ જિલ્લા અને શહેરમાં ધોધમાર વરસાદ પડી પડ્યો છે, જેના કારણે નદી, નાળા અને ડેમની સપાટીઓમાં પાણીના સ્તરો વધ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મનમુકીને વરસી વરસી રહ્યા છે. અવિરતપણે વરસી રહેલા વરસાદે તેની બેટીંગ યથાવત રાખી છે.

વિતેલા ચોવીસ કલાકમાં દક્ષિણગુજરાતના તમામ તાલુકાઓમાં બેથી લઈને ચાર ઈંચ સુધીનો વરસાદ ઝીંકાયો છે. ડોલવણ, ઉમરગામ, બાર઼ડોલી 4 ઈંચ, સુરત સીટી, ચોર્યાસી, કામરેજ પોણા ચાર ઈંચ, જયારે બાકીના તાલુકામાં ઍકથી અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં વરસાદે આક્રમણ વલણ અપનાવ્યું હોય તેમ તમામ તાલુતાઓમાં અઢી થઈને ચાર ઈંચ સુધીનો વરસાદ ઝીંકાયો છે. સતત પડી રહેલા વરસાદને કારણે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લો પાણીથી તરબોળી ઉઠ્યો છે. લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે. આજે પણ સવારથી વરસાદ પડવાનુ ચાલુ છે.વિતેલા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ નોધાયો છે. સુરત જિલ્લામાં કુલ ૭૦૫ મી.મી વરસાદ પડ્યો છે. જેમાં બારડોલીમાં ૯૮, ચોર્યાસીમાં ૮૮, કામરેજમાં ૮૫, મહુવા ૩૯, માંડવી ૭૯, માંગરોળ ૨૫, ઓલપાડ ૩૪, પલસાણા ૬૭, સુરત સીટી ૮૯ અને ઉમરપાડા ૧૦૧ મી.મી પડ્યો હતો. નવસારીમાં મેઘરાજાઍ તેની ગતિ ધીમી કરી હોય તેમ ૧૮૭ મી.મી
પડ્યો હતો. જેમાં નવસારી ૨૧, જલાલપોર ૧૯, ગણદેવી ૩૦, ચીખલી ૪૯, વાંદસા ૩૭ અને ખેરગામ ૩૧ મી.મી પ઼ડ્યો છે.

વલસાડ જિલ્લામાં કુલ ૧૮૯ મી.મી પડ્યો છે જેમાં ઉમરગામમાં ૧૭, કપરાડા ૬૫, ઘમરપુર ૩૫, પારડી ૨૭, વલસાડ ૫ અને વાપીમાં ૪૦ મી.મી નોંધાયો છે. તાપી જિલ્લામાં પડેલા ૩૪૨ મી.મીમાં ઉચ્છલ ૧૦, કુકરમુંડા ૪૯, ડોલવણ ૧૦૬, નિઝર ૩૧, વ્યારા ૪૭, વાલોડ ૫૨ અને સોગનઢમાંï ૪૭ મી.મી પ઼ડ્યો છે જયારે ડાંગ જિલ્લામાં પડેલા ૧૫૧ મી.મીમાં વઘઈ ૩૮, આહવા૩૫, સુબીર ૩૮ અને સાપુતારા ૪૦ મી.મી પડ્યો હતો. પાંચેય તાલુકામાં સૌથી વધારે સુરત અને તાપી જિલ્લામાં વરસાદ ઝીંકાયો છે.
Published by:kiran mehta
First published:August 23, 2020, 19:03 pm

ટૉપ ન્યૂઝ