દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વરસાદ : જૂજ ડેમ ઓવરફ્લો, મધુબન ડેમનાં 4 દરવાજા ખોલાયા

દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વરસાદ : જૂજ ડેમ ઓવરફ્લો, મધુબન ડેમનાં 4 દરવાજા ખોલાયા
રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે

સુરતમાં અવિરત વરસી રહેલા વરસાદમાં છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં 3 ઇંચ,  ચોર્યાસીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

 • Share this:
  કેતન પટેલ, સુરત :  રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે દક્ષિણ ગુજરાતનાં વલસાડ અને ડાંગ જિલ્લામાં શ્રીકાર વરસાદ નોંધાયો છે. આ સાથે ગઇકાલે સૌરાષ્ટ્રનાં પણ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓમાં નવા નીરની આવક થઇ છે. આ સાથે સુરતમાં અવિરત વરસી રહેલા વરસાદમાં છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં 3 ઇંચ,  ચોર્યાસીમાં 3 ઇંચ, કામરેજમાં 3.75 ઇંચ, માંડવીમાં 3 ઇંચ, મહુવામાં 1.25 ઇંચ, માંગરોળમાં 3.75 ઇંચ, ઓલપાડમાં 4.20 ઇંચ, પલસાણામાં 2 ઇંચ, ઉમરપાડામાં 3 ઇંચ, સુરત શહેરમાં 3.55 ઇંચ નોંધાયો છે.

  જૂજ ડેમ ઓવરફ્લો  વાંસદા તાલુકામાં આવેલો જૂજ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. સતત પાણીની આવક ચાલુ રેહતા ડેમ છલોછલ ભરાઇને તેની હાલની સપાટી 167.55 મીટર થઇ ગઇ છે. ડેમ ઓવરો ફ્લો થતા જિલ્લાનાં 24 ગામો ને એલર્ટ કરાયા છે. ડેમનાં હેઠવાસમાં તમામ ગમોને એલર્ટ કરાયા છે. વાંસદા તાલુકાનાં જૂજ, ખડકીયા, નવાનગર, વાંસિયા તળાવ, રાણી ફળિયા, નાની વાલઝર, મોટી વાલઝર, સિંગાડ, રૂપવેલ, ચાંપલધારા, રાજપુર અને પ્રતાપ નગર ગામોને એલર્ટ કરાયા છે. ચીખલી તાલુકાનાં દોનજા, હરણગામ, ખૂંધ, ઘેકટી, ગામો એલર્ટ કરાયા છે જ્યારે ગણદેવી તાલુકાનાં ઊંડાચ, લુહાર ફળિયા, વાણિયા ફળિયા, ગોયંડી, ખાપરવાડા, દેસરા ગામોને પણ એલર્ટ કરાયા છે. લોકોને નદીનાં પટમાં ન જવા અને સતર્ક રેહવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તંત્રનાં અધિકારીઓ પણ ખડેપગે કામ કરી રહ્યાં છે.


  નવસારી જીલ્લામાં સૌથી વધુ વરસાદ વાસંદામાં 

  નવસારી જીલ્લાનાં વરસાદની વાત કરીએ તો ચીખલીમાં 29 મિમી, ગણદેવીમાં 31 મિમી, જલાલપોરમાં 43 મિમી, ખેરગામમાં 45 મિમી, નવસારીમાં 45 મિમી, વાંસદામાં 63 મિમી વરસાદ ખાબક્યો છે.

  રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે


  ડાંગમાં સૌથી વધુ વરસાદ વઘઇમાં

  ડાંગ જિલ્લામાં ગઇકાલે રાતે પણ મેઘમહેર યથાવત હતો. આહવા,વઘઇ ,સુબિર,સાપુતારામાં વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આહવામાં 39 મિમી, વઘઇમાં 94 મિમી, સુબિરમાં 63 મિમી, સાપુતારામાં 40 મિમી વરસાદ નોંધાયો છે.

  મધુબન ડેમનાં 4 દરવાજા ખોલ્યા

  તાપી જિલ્લાની વાત કરીએ તો નીઝરમાં 09 મિમી, સોનગઢમાં 58 મિમી, ઉચ્છલમાં 58 મિમી, વાલોડમાં 33 મિમી, વ્યારામાં 62 મિમી, ડોલવણમાં 52 મિમી, કુકરમુંડામાં 17 મિમી વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાનાં ધરમપુરમાં 56 મિમી, કપરાડામાં 121 મિમી, પારડીમાં 49 મિમી, ઉમરગામમાં 65 મિમી, વલસાડમાં 58 મિમી, વાપીમાં 94 મિમી વરસાદ નોંધાયો છે.  મધુબન ડેમમાં 72.65 પાણીની આવક થઇ છે જ્યારે  59965 પાણીની જાવક થઇ છે. ડેમનાં 4 દરવાજા 3 મીટર ખોલીને પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે.
  Published by:News18 Gujarati
  First published:July 31, 2019, 08:06 am

  ટૉપ ન્યૂઝ