સુરત : મેઘરાજાની તોફાની બેટિંગ, મકાનમાં પાણી ભરાતા બે યુવક પૈકી એકનું ડુબી જવાથી મોત

News18 Gujarati
Updated: July 11, 2018, 2:39 PM IST
સુરત : મેઘરાજાની તોફાની બેટિંગ, મકાનમાં પાણી ભરાતા બે યુવક પૈકી એકનું ડુબી જવાથી મોત
ઘટનાસ્થળની તસવીર

સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જિલ્લાના બારડોલીના હિદાયત નગરથી પસાર થતી કોયલી ખાડીમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે.

  • Share this:
સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જિલ્લાના બારડોલીના હિદાયત નગરથી પસાર થતી કોયલી ખાડીમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે. જેની સીધી અસર ખાડીને અડીને આવેલી ઇસ્લામપુરાના રહેણાંક વિસ્તારોમાં જોવા મળી હતી. અહીં આવેલ એક મકાનમાં પાણીનો ભરાવો થતા બે યુવકો ખાડીમાં પડી જતા એક યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યુ. સ્થાનિકોએ યુવાનને બહાર કાઢી બારડોલી સરદાર હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે મકાનમાં પાણી ભરાવાના કારણે બે યુવકો ડુબ્યા હતા. જે પૈકી 19 વર્ષીય ઉષઅમાન આકુજી નામના યુવકની ડુબી જવાથી મોત થયું હતું. સ્થાનિક લોકોએ યુવકને બહાર કાઢીને બારડોલી સરદાર હોસ્પિટલ લઇ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે સુરત-નવસારી હાઇવ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે. હાઇવે ઉપર 5 કિલો મિટરથી પણ વધારે ટ્રાફિક સર્જાયો છે. સવારે ૬ વાગ્યાથી બપોર એ ૧૨ વાગ્યા સુધી વરસેલા વરસાદ ની વાત કરીએ તો કામરેજ માં ૧૧ એમ એમ , ચોર્યાશી ૧૮ એમ એમ , માંગરોળ ૧૩ એમ એમ , ઓલપાડ ૭ એમ એમ . જયારે માંડવી માં ૨ ઇંચ , મહુવા ૨ ઇંચ , પલસાણામાં દોઢ ઇંચ જયારે સૌથી વધુ બારડોલીમાં ૬ ઇંચ વરસાદ ખાબક્યો હતો .
First published: July 11, 2018, 2:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading