ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન, જલાલપોરમાં 12 વાગ્યા સુધી 3 ઇંચ ખાબક્યો

News18 Gujarati
Updated: July 14, 2020, 1:35 PM IST
ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન, જલાલપોરમાં 12 વાગ્યા સુધી 3 ઇંચ ખાબક્યો
ફાઇલ તસવીર

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં સતત બીજા દિવસે સવારથી વરસાદ પડી રહ્યો છે.

  • Share this:
અમદાવાદ : આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ (Weather Department)ની આગાહી વચ્ચે સવારથી છ વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી નવસારીના જલાલપોર (Jalalpore Rain)માં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારી શહેર (Navsari City)માં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરતના ચૌર્યાસીમાં બે ઇંચ અને વલસાડ શહેર (Valsad City)માં પણ બે ઇંચ વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં પણ સવારથી બપોર સુધી એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. મંગળવારે સવારે છ વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના નવા શહેર કે તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

સુરતમાં સતત બીજા દિવસે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં સતત બીજા દિવસે સવારથી વરસાદ પડી રહ્યો છે. સુરતના રાંદેર, અડાજણ, કતારગામ, અમરોલી વરાછા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગઈકાલે દિવસે વરસાદ પડ્યા બાદ રાત્રે વરસાદે વિરામ લીધો હતો. જે બાદમાં મંગળવાર સવારથી વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. બીજી તરફ સુરતમાં નવી સિવિલ હૉસ્પિટલ બહાર પાણી ભરાતા દર્દીઓએ હાલાકીનો સામનો કરવા પડ્યો હતો.16 અને 17 જુલાઇના રોજ રાજ્યમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ રાજ્યમાં દક્ષિણ પશ્ચિમ તરફથી પવન ફૂંકાઈ રહ્યો હોવાથી ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. આ કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ (Rain Forecast) થઈ રહ્યો છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહશે. જેમાં 16 અને 17 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત (South Gujarat)ના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.વીડિયો જુઓ : આખરે શું સાબિત કરવા માંગે છે સુનિતા યાદવ?

હવામાન વિભાગના ડાયરેક્ટ ડૉક્ટર જ્યંત સરકારે જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આગામી 16-17જુલાઈના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવાનમાં આવી છે. નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમી દ્વારકા, રાજકોટ, કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવામાં આવશે. આ દરમિયાન સમુદ્રમાં ભારે પવન અને લહેરીઓની ગતિ તેજ હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
Published by: Vinod Zankhaliya
First published: July 14, 2020, 1:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading