સુરત: કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ, પશુઓ માટે ઘાસચારો પણ ન બચ્યો

News18 Gujarati
Updated: November 7, 2019, 5:10 PM IST
સુરત: કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ, પશુઓ માટે ઘાસચારો પણ ન બચ્યો
સુરત જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટુ નુકશાન

એક કલાકમાં પડેલા અધધ વરસાદને લઈને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ખેડૂતોની હાલત દયનિક બની ગઈ

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: અરબી સમુદ્રમાં ત્રાટકેલું મહા નામનું વાવાઝોડું તો દરિયામાં સમાઈ ગયું પણ આ વાવાઝોડાને લઈને વાતાવરણમાં આવેલા પલટાને લાઈને આજે સવારે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન વચ્ચે વરસાદ વરસ્યો હતો. એક કલાકમાં પડેલા અધધ વરસાદને લઈને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ખેડૂતોની હાલત દયનિક બની ગઈ છે. ભારે વરસાદ સાથે પવન ને લઈને ખેતરમાં રહેલ પાક જમીન દોષ થઇ ગયો હતો.

ભારે વરસાદના કારણે, ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂત દ્વારા મોટર મૂકીને ખેતરમાંથી પાણી કાઠવામાં આવ્યુ અને જે પાણી રહી ગયું તેને નિક બનાવી બહાર કાઠવાનો પ્રયાસ કરવામાં આવ્યો. થોડા દિવસમાં પાક તૈયાર થવાને આરે હતો, જે કટીંગ કરવાનો હતો. પરંતુ, તે પહેલા જ આજના ભારે વાવાઝોડા અને વરસાદે આખે આખો પાક જમીન દોષ કરી દીધો. ખેતરમાં ઉભા રહેલા ડાંગરના દાણાને કાદવ લાગતા આખો પાક બગડી ગયો હતો.

સુરતના ઓલપાડ વિસ્તારમાં આમતો કમોસમી વરસાદને લઈને ડાંગરના 70 ટકા પાકને નુકસાન જોવા મળિયું હતું, અંદાજિત દક્ષિણ ગુજરાતમાં 2 લાખ હેક્ટરમાં 300 કરોડના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે જે ખેડૂતનો પાક બચી ગયો હતો તેવો ખેડૂતે પાકને કટીંગ કરી પાકમાંથી દાણ કાઢવા માટેની ત્યારી કરી નાખવામાં આવી હતી. પરંતુ, મહા નામના વાવાઝોડાને લઈને આજે સવારે પવન વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો જેને લઈને ખેતરો પાણીમાં ડૂબી ગયા.

ડાંગરનો આ તૈયાર પાક બરબાદ થઇ જવા પામ્યો હતો, આ પાક સાથે ડાંગરનો ઘાસ ચારો તે પોતાને ત્યાં રહેલ પશુને ખવડાવી પશુપાલન કરતા હોય છે ત્યારે ઘાસચારો પણ પલળી જતા ખેડૂતોને હવે પશુને ખવડાવવાના પણ ફાંફા પડી જશે. આમ કમોસમી વરસાદ અને આજના ભારે પવન સાથેના વરસાદે ખેડૂતોને રાતા પાણી સાથે દેવાદાર બનાવી દીધી છે, તેવું કહેવામાં કોઈ બે મત નથી.
First published: November 7, 2019, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading