સુરતઃ શહેરમાં એક એવી હિટ એન્ડ રનની (Hit and Run) ઘટના બની છે. ત્યારબાદ ભલ ભલા પણ એકવાર વિચારવા માટે મજબૂર કરી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં પુત્રના મોતના સમાચાર મળતાની સાથે માતાએ પુત્રના વિયોગમાં જીવ મૂકી દેતા દીધો હતો. આમ પુત્રના વિયોગમાં મુત્યુ થતા માતા અને દીકરાની એક સાથે અંતિમક્રિયા (Funeral) કરવામાં આવી હતી. જોકે પુત્રના અકસ્માત સીસીટીવી (Accident CCTV) સમયે આવતા પોલીસે (Surat Police) આ મામલે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના પુના વિસ્તરમાં ગત તારીખ 6 જુલાઈના રોજ રાત્રે રાજેશ મહારાજવાળા બારડોલી (Bardoli) ખાતે મકાનનું કામ ચાલતું હતું તે પતાવીને સુરત (Surat) ખાતે પોતાના ઘરે જતા હતા. ત્યારે પુના રોડ પર પાછળથી આવતી એક ગાડીએ તેમને ટક્કર મારી હતી. ત્યારબાદ કાર ચાલક ત્યાંથી ફરાર થયો હતો જોકે, અકસ્માતના પગલે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
હિટ અનેડ રનની ઘટના બનતા નજીકલમાં ઉભેલા તાત્કાલીક મદદ માટે દોડી આવ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલા ગંભીર ઇજાને લઇને રાજેશભાઈનું ઘટન સ્થળ પર કરુણ મોત થયું હતું.
આ પણ વાંચોઃ-Tata Motorsની જબરદસ્ત ઓફર: દરરોજ રૂ.166માં Tiago અને રૂ.185માં Altroz થશે તમારી
જોકે સાથનિક લોકોએ સમગ્ર ઘટના મામલે પોલીસને જાણકરી આપતા પુના પોલીસ તાતકાલીક બનાવ વળી જગ્યા ઉપર દોડી આવીને આ યુવાન પહેલા ઓળખ કરીને ત્યાર બાદ તેના અકસ્માતને મોત થયાની જણકારી તેમના પરિવારને આપી હતી.
આ પણ વાંચોઃ-OMG! જ્યારે ચાલતી કારમાં યુવક અને ઝેરી સાંપ વચ્ચે થઈ લડાઈ, પછી જે થયું એ જાણીને ચોંકી જશો
આ પણ વાંચોઃ-સારા સમાચાર! વૈજ્ઞાનિકોનો દાવો, હવામાં જ કોરોના વાયરસના 'ભુક્કા' બોલાવશે આ 'એર ફિલ્ટર'
જોકે પોતાનો પુત્ર અકસ્માતમાં મોતને ભેટ્યો હોાવની જાણકારી મળતાની સાથે રાજેશભાઈના માતા ચન્દ્રકાન્તાબેન પુત્રના મોતમાં સમાચાર સાથે પોતાનો જીવ મૂકી દીધો હતો. આમ પુત્રના મોત બાદ માતાનું મોત થયું હતું.
અકસ્માતનો વીડિયો જોવા માટે અહિં ક્લિક કરો
જોકે પુત્ર અને માતા મોત બાદ પરિવાર શોકમાં ગરકાઉ થયો હતો. માતા અને પુત્રની એક સાથે અંતિમક્રિયા કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેદથી જતા પોલીસે આ ઘટનામાં સીસીટીવી મેળવીને અકસ્માતમાં દેખાડી ગાડી નંબરના આધારે ગાડી ચાલકને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.