Home /News /south-gujarat /

સુરત : અસામાજીક તત્વોનો આતંક, બીઆરટીએસ બસને આગ લગાડી

સુરત : અસામાજીક તત્વોનો આતંક, બીઆરટીએસ બસને આગ લગાડી

મોડી રાત્રે સુરતમાં તોડફોડની ઘટના બની,  અજાણ્યો શખ્સોએ બે બીઆરટીએસ બસો અને બસ સ્ટેશન પર તોડફોડ કરી હતી અને એક બીઆરટીએસ બસને આગ લગાડી દીધી

મોડી રાત્રે સુરતમાં તોડફોડની ઘટના બની,  અજાણ્યો શખ્સોએ બે બીઆરટીએસ બસો અને બસ સ્ટેશન પર તોડફોડ કરી હતી અને એક બીઆરટીએસ બસને આગ લગાડી દીધી

    પાસ કન્વિનર હાર્દિક પટેલની અમદાવાદમાં અટકાયત પછી રાજ્યભરમાં પાટીદારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મોડી રાત્રે સુરતમાં તોડફોડની ઘટના બની છે.  અજાણ્યો શખ્સોએ બે બીઆરટીએસ બસો અને બસ સ્ટેશન પર તોડફોડ કરી હતી અને એક બીઆરટીએસ બસને આગ લગાડી દીધી હતી. જાહેર માર્ગો ઉપર પણ ટાયરો સળગાવવામાં આવ્યા હતા.  પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. યોગીચોક, પુણા અને સરથાણા વિસ્તારમાં પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.આ ઘટનાને કારણે  સુરતમાં અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે

    આ પહેલા વરાછામાં સૌથી વધારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. વરાછામાં હાર્દિક પટેલના સમર્થકો ઉગ્ર બન્યા હતા અને કેટલાક સ્થળોએ તોડફોડ કરી હતી. સુરતમાં બીઆરટીએસ રુટ બંધ કરવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં પોલીસે કોબિંગ હાથ ધર્યું છે. કેટલાક લોકોએ પોલીસ પર પત્થરમારો પણ કર્યો હતો.

    હાર્દિક પટેલની અટકાયતના પડઘા બનાસકાંઠામાં પણ પડ્યા છે. જિલ્લા પાટીદાર કાર્યકરોએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા અને નાયબ પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપ્યું હતું. હાર્દિકને મુક્ત નહીં કરાય તો ઉગ્ર આંદોલન માટે ચીમકી પણ ઉચ્ચારી છે.



    ઉલ્લેખનીય છે કે પાસ કન્વીનર હાર્દિક પટેલ 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટે મંજૂરી ન મળતા આજે મંજૂરી વિના જ એક દિવસના પ્રતિક ઉપવાસ પર છે. જેને પગલે પોલીસે નિકોલ જવા નીકળતા હાર્દિક અને તેના સમર્થકોની અટકાયત કરી ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ હતી. જોકે મોડી સાંજે તેને છોડી મુકવામાં આવ્યો હતો.\



    આ ઉપરાંત પાસ કન્વીનર ગીતા પટેલની પણ પોલીસે અટકાયત કરી છે. પોલીસે હાર્દિક પટેલ સહિત 9 સામે ગુનો દાખલ કર્યો છે. ગેરવર્તણૂક અને ફરજમાં રુકાવટ બદલ હાર્દિક સહિત નવ લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

    પ્રતિક ઉપવાસને લઇને હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસ માટે ગુજરાત સરકાર કેમ ડરી રહી છે. હું મારા સમાજના હિત માટે ઉપવાસ કરી રહ્યો છું તો સરકાર કેમ મને રોકવાનું કામ કરી રહી છે. પોલીસનો કાફલો મારી ઘરની બહાર ખડકી દેવામાં આવ્યો છે. મને ઉપવાસ કરતા કોઇ રોકી નહીં શકે, પાર્કિગ પ્લોટમાં નહીં જવા દે તો હું મારા ઘરની બહાર એન્ટ્રી ગેટમાં જ ઉપવાસ કરીશ. પરંતુ હું ચોક્કસ ઉપવાસ કરીશ.

    તેમણે વધુમાં જણાવ્યું હતું ગુજરાતના વિવિધ જગ્યાઓથી આશરે 500 જેટલા લોકોને ઉપવાસ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસે સૌરાષ્ટ્ર, મહેસાણા, સુરત સહિત આશરે 300  જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે, અમે હથિયાર લઇને કોઇ યુદ્ધ છેડવા નથી જતા અમે અમારા હક માટે ઉપવાસ કરવા જઇએ છીએ જોકે, સરકારના ઇશારે પોલીસ અમને રોકી રહી છે.

    હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નિકોલ કે સુરતમાં પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે હું મારા જ ઘર બહાર જ ઉપવાસ કરીશ. પોલીસ ખોટી રીતે મારી અટકાયત ન કરી શકે. જો કરશે તો હાઇકોર્ટથી લઇને સુપ્રિમ કોર્ટ સુધી કાર્યવાહી કરવી જોઇએ. જો આવુંને આવું રહેશે તો ગુજરાતમાં લોકશાહી નહીં પણ તાનાશાહી જેવી સ્થિતિ આવી જશે. આ ઉપરાંત તેમણે પોલીસને માપમાં રહેવાની અપીલ કરી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: ક્રાઇમ બ્રાંન્ચ, નિકોલ, હાર્દિક પટેલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन