આજ સુધી તમે જોયું હશે કે ડાયરામાં રૂપિયાનો અથવા તો વિદેશી ચલણનો વરસાદ થતો હોય તે પણ સુરતમાં ગઇકાલે ડાયરામાં પૈસા નહીં પણ પાણીના બોટલ અને ગાદલાનો વરસાદ જોવા મળ્યો હતો. કેટલાક અસામાજીક તત્વો આ ડાયરાને બગાડવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું. વરાછા વિસ્તારના ડાયરામાં બનેલી ઘટનાને લઇને ચકચાર મચી જવા પામી હતી. ખાસ કરીને ડાયરામાં હંગામો મચાવનાર આ લોકો દારૂ પીને આવ્યા હોવાના આક્ષેપો આયોજકો દ્વારા કરવામાં આવ્યા હતા.
કોઈપણ સામાજીક કાર્યો કરવા માટે અને ફંડ એકત્ર કરવા માટે ગુજરાતમાં ડાયરાઓમાં આયોજન કરવામાં આવતા હોય છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં સાગવાડી ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો ડાયરામાં ગાયક કલાકારથી ખુશ થઈને લોકો પૈસાનો અથવા તો વિદેશી ચલણી નોટોનો વરસાદ કરતા હોવાનું જોવા મળ્યું છે ત્યારે સુરતના ડાયરામાં લોકોએ પૈસા નહીં પણ પાણીની બોટલો અને ગાદલાનો વરસાદ કરતા હોય તેવા વીડિયોમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં આવેલા અસામાજિક તત્વો દ્વારા વગાડવા માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને જે પ્રકારે પાણીના બોટલ ગાદલા હવામાન ઉચ્ચારવામા આવ્યા હતા. જેને લઇને આયોજક તને શ્રોતાઓ વચ્ચે માથાકુટ થઇ હતી. ભૂતકાળમાં પણ વરાછા વિસ્તારમાં આઠ પ્રકારે ડાયરાઓમાં માથાકૂટ જોવા મળી હતી.
આવી ઘટનાને લઇને અસામાજિક તત્વો શું સાબિત કરવા માંગતા હતા. સુત્રોની વાત માનીએ તો ધમાચકડી મચાવનાર લોકો દારૂના ચિક્કાર નશામાં આવી અને ડાયરો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત ડાયરામાં થયેલી બબાલને લઈને માથાકૂટ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. ત્યારે વરાછા વિસ્તારમાં ડાયરાનાએ લોકોમાં આવી જ કોઈ ધ્યાન ન આપતા હોવાના આક્ષેપો સાથે આવેલા લોકો દારૂના નશામાં આ પ્રકારનું કૃત્ય કર્યું હતું. જેને લઇને એ આ ડાયરો બંધ કરવાની મારી આવી હતી.જોકે વીડિયો વાયરલ થતાંની સાથે હાલ આ ઘટનાને લઇને અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર