સુરત-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર : હજીરા અને ઘોઘા વચ્ચે રો રો ફેરી સર્વિસ શરૂ કરાશે

સુરત-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર : હજીરા અને ઘોઘા વચ્ચે રો રો ફેરી સર્વિસ શરૂ કરાશે
પ્રતિકાત્મક તસવીર

સુરતથી સૌરાષ્ટ્ર સુધી રોડ ટ્રાન્સપોર્ટેશન વધુ છે જેને લઈને આ ફેરી શરૂ કરવામાં આવી રહી છે.

 • Share this:
  સુરતવાસીઓ (Surat) માટે એક સારા સમાચાર આવી રહ્યાં છે. હજીરાથી ઘોઘા ફેરી સર્વિસનું (Ro Ro Ferry service) ઉદ્ધાટન દિવાળી (Diwali) પહેલા કરવામાં આવશે. સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ (Saurastra) માટે આ મોટી ભેટ માનવામાં આવી રહી છે. સુરતથી સૌરાષ્ટ્ર સુધી રોડ ટ્રાન્સપોર્ટેશન વધુ છે જેને લઈને આ ફેરી શરૂ કરવામાં આવી રહી છે.

  કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandavia) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રોડ ટ્રાફિક અને રેલવે ટ્રાફિક અટકાવવા માટે વોટર ટ્રાન્સપોર્ટેશનને મહત્વ આપવામાં આપવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ભારતના આવા વોટર વેને આઇડેન્ટિફાય કરવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશ સાથે કનેક્ટિવિટી વધે તે માટે પણ પીએમ 8મી તારીખે પીએમ વર્ચ્યુલી આ રોપેક્સ ફેરીને ફ્લેગ ઓફ કરશે. એક ફેરી કોચીન, આસામ, બ્રહ્મમપુત્રમાં શરૂ કરવામાં આવશે.

  સુરતને વધુ વોટરવે મારફતે જોડાશે

  તેમણે વધુમાં જણાવ્યું કે, 7500 કિમિ દરિયાકિનારો ભારત પાસે છે જેમાં વધુને વધુ વોટર વે સુવિધાઓ ઉપલભધ થાય તેવા પ્રયાસો શરૂ કરાશે. ઘોઘા-દહેજ સર્વિસ ચાલુ રહેશે બંધ નહિ થાય. ઘોઘા અને દહેજની ફેરી સર્વિસ બંધ હોવાનું કારણ સમુદ્રની સ્થતિ બદલાઈ રહી છે નર્મદાનું વહેણ બદલાતા આ સર્વિસ બંધ છે. ઘોઘા અને હજીરા સર્વિસ માટે હજીરામાં ટર્મિનલ બનાવવું હતું.  તેમણે વધુમાં કહ્યું, પીપાવાવ અને સુરત, સુરત અને દિવ, મુંબઈ અને પીપાવાવને વોટરવે મારફતે જોડવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. દિવ માં ડ્રેજિંગ કરવાનું બાકી છે એ કામગીરી ચાલી રહી છે. દીવમાં ડ્રેજિંગ થઈ જતા ક્રુઝ અને રો રો ફેરી શરૂ થશે.  હજીરા થી ઘોઘા રો રો ફેરીમાં કેવી કેવી ખાસિયતો છે તે જોઇએ
  • પેસેન્જરોની સાથે વાહનોને પણ લઇ જવાશે
  • એક સાથે 30 ટ્રક સમાવી શકાય તેવી વ્યવસ્થા રોપેક્સ ફેરીમાં રહેશે

  • 100 ટુ વહીલર સમાવી શકાશે

  • 550 મુસાફરો આ ફેરી સર્વિસમાં મુસાફરી કરી શકાશે

  • કોઈપણ પ્રકારના વાતાવરણમાં આ ફેરી સર્વિસ શરૂ રહેશે

  • પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ની સાથે કાર્ગો ટ્રાન્સપોર્ટેશન ને ફાયદો થશે

  Published by:Kaushal Pancholi
  First published:November 01, 2020, 13:23 pm