"આ રહા હે પાટીદાર કા છોરા... ચલો દંગલ ખેલને" સુરતમાં લાગ્યા પોસ્ટર

VINOD LEUVA | Pradesh18
Updated: January 12, 2017, 4:42 PM IST
સુરત:આગામી દિવસમાં પાટીદાર આંદોલનના આગેવાન હાર્દિક પટેલ ગુજરાતમાં આવી રહ્યો છે તે પહેલા સુરતના કાપોદ્રા વિસ્તારમા હાર્દિક પટેલના સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે. જેમાં "આ રહા હે પાટીદાર કા છોરા... ચલો દંગલ ખેલને" ના પોસ્ટર લાગ્યા છે આ પોસ્ટર હાલ પાટીદાર વિસ્તાર માં ભારે ચર્ચા ઉભી કરી છે. પોસ્ટરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરત લખાયું છે.

નોધનીય છે કે, હાર્દિક પટેલને હાઇકોર્ટ દ્વારા 6 મહિના ગુજરાત બહાર રહેવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. હાર્દિક પટેલ પર રાજદ્રોહનો ગુનો નોધાતા જેલમાં રહેવું પડ્યું હતું. ત્યારે હાલ તે રાજસ્થાનના ઉદેપુરમાં રહે છે. 17મી જાન્યુઆરીએ શરત પુર્ણ થતા ગુજરાતમાં પ્રવેશ કરશે. પાટીદારો દ્વારા તેને રતનપુર બોર્ડર પર આવકારવા માટે તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે. હાર્દિક પટેલ ગુજરાતમાં આવવાનો છે ત્યારે પાટીદારોનું આદોલનમાં નવો જોશ જોવા મળી રહ્યો છે.
First published: January 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर