ભાજપી કાર્યકરો સામે કાર્યવાહી ન કરાતા હાર્દિક પટેલે પોલીસને આપી ચિંમકી

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 2, 2017, 1:30 PM IST
ભાજપી કાર્યકરો સામે કાર્યવાહી ન કરાતા હાર્દિક પટેલે પોલીસને આપી ચિંમકી
સુરતઃ ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષની રેલીનો પાટીદારો દ્વારા ઈંડા તેમજ પાણીના પાઉચ ફેંકી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા ભાજપી કાર્યકરોએ વિજય મંગુકિયાને ઢોર માર માર્યો હતો. જેની આજરોજ સુરત પધારેલા હાર્દિક પટેલે મુલાકાત લીધી હતી. હાર્દિકે જણાવ્યું હતું કે જો હુમલો કરનારા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ નહીં કરે તો પોલીસનો ઘેરાવ કરીશું.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 2, 2017, 1:30 PM IST

સુરતઃ ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષની રેલીનો પાટીદારો દ્વારા ઈંડા તેમજ પાણીના પાઉચ ફેંકી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા ભાજપી કાર્યકરોએ વિજય મંગુકિયાને ઢોર માર માર્યો હતો. જેની આજરોજ સુરત પધારેલા હાર્દિક પટેલે મુલાકાત લીધી હતી. હાર્દિકે જણાવ્યું હતું કે જો હુમલો કરનારા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ નહીં કરે તો પોલીસનો ઘેરાવ કરીશું.

સુરત પધારેલા હાર્દિક પટેલે ઈજાગ્રસ્ત અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વિજય મંગુકિયાની મુલાકાત લીધી હતી. અને તેના ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં હાર્દિકે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે જો આગામી 9 તારીખ સુધી પોલીસ હુમલો કરનારા ભાજપી લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં કરે તો પોલીસ મથકનો ઘેરાવ કરીશું. ઉપરાંત પોલીસ પર આક્ષેપ કરતા હાર્દિકે જણાવ્યું હતું કે જેણે માર ખાધો છે તેની ફરિયાદ નથી લેવાઈ અને જેણે માર માર્યો છે તેની ફરિયાદ લઇ પોલીસ એક તરફી કાર્યવાહી કરી રહી છે. હાર્દિકે વધુમાં ઉમેર્યું હતું કે અમે કોઈ ગુંડા નથી અમે લોકશાહી ઢબે વિરોધ કર્યો છે. પાટીદાર સમાજ કોઈ રાજકીય પાર્ટીની જાગીર નથી.

First published: February 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर