દારૂબંધી અભિયાન ચલાવતા અલ્પેશ ઠાકોરે નીતિન પટેલના પુત્રની પીધેલી હાલત અંગે બોલવું જોઈએઃ હાર્દિક પટેલ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 11, 2017, 2:49 PM IST
દારૂબંધી અભિયાન ચલાવતા અલ્પેશ ઠાકોરે નીતિન પટેલના પુત્રની પીધેલી હાલત અંગે  બોલવું જોઈએઃ હાર્દિક પટેલ
પાટીદાર નેતા અને અનામત આંદોલનનો કન્વીનર હાર્દિક પટેલ આજે સુરત ક્રાઇમ બ્રાંચમાં હાજરી આપવા પહોચ્યો હતો અહી આવેલા હાર્દિકે મીડિયા સાથે વાર્તાલાપ કરતા નીતીન પટેલને આડેહાથ લીધા હતા. અને કહ્યું હતું કે, નીતિન પટેલના દીકરાને દારૂ પીધેલી હાલતમાં પકડાયો હતો ત્યારે દારૂ બંધીનું અભિયાન ચલાવતા અલ્પેશ ઠાકોરે બોલવું જોઈએ. સાથે જ ગુજરાતમાં આગામી કાર્યક્રમ અંગે હાર્દિકે કહ્યું હતું કે,આગામી સમયમાં હાઈકોર્ટની મંજૂરી લઈને સુરતમાં સભા કરશું.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 11, 2017, 2:49 PM IST
પાટીદાર નેતા અને અનામત આંદોલનનો કન્વીનર હાર્દિક પટેલ આજે સુરત ક્રાઇમ બ્રાંચમાં હાજરી આપવા પહોચ્યો હતો અહી આવેલા હાર્દિકે મીડિયા સાથે વાર્તાલાપ કરતા નીતીન પટેલને આડેહાથ લીધા હતા. અને કહ્યું હતું કે, નીતિન પટેલના દીકરાને દારૂ પીધેલી હાલતમાં પકડાયો હતો ત્યારે દારૂ બંધીનું અભિયાન ચલાવતા અલ્પેશ ઠાકોરે બોલવું જોઈએ. સાથે જ ગુજરાતમાં આગામી કાર્યક્રમ અંગે  હાર્દિકે કહ્યું હતું કે,આગામી સમયમાં હાઈકોર્ટની મંજૂરી લઈને સુરતમાં સભા કરશું.
ક્રાઇમ બ્રાંન્ચમાં હાજરી પુરાવા આવેલા હાર્દિક પટેલે ઉપ મુખ્યપ્રધાન નીતિન પટેલના દીકરાને દારૂ પીધેલી હાલતમાં પકડવા અંગે જણાવ્યું હતું કે, ક્યાંકને ક્યાંક આ મુદ્દાને ચલાવવામાં આવ્યો નથી. મને લાગે છે કે દારૂ બંધીને લઈને અભિયાન ચલાવી રહેલા અલ્પેશ ઠાકોરે આ અંગે બોલવું જોઈએ. ગુજરાતમાં ઘણી જગ્યાએ ભાજપની રહેમ નજર હેઠળ દારૂનો ધંધો ચાલે છે. સરકાર કાયદો લાવી રહી છે. પણ એના આધારે કાર્યવાહી કરવામાં આવતી નથી.

આવતા મહિને મધ્ય ગુજરાતમાં ચાર કાર્યક્રમોનું આયોજન કર્યું છે. કાર્યકરો ગામડે ગામડે લોકોને જાગૃત કરી રહ્યા છે. થેડૂતો, યુવાનોને રોજગારી, મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જ્યારે સુરતમાં કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા 144 અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જે ક્યાંકને ક્યાંક લોહશાહીને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સાથે જ આગામી સમયમાં વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે તે માટે હાઈકોર્ટમાંથી પરમીશન લઈને સુરતમાં પણ કાર્યક્રમ કરવામાં આવશે.
First published: May 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर