અલ્પેશભાઈ જ પોસ્ટર બોય, તેમના નેતૃત્વમાં પાટીદાર આંદોલન ચાલશે- હાર્દિક પટેલ

News18 Gujarati
Updated: December 9, 2018, 10:24 AM IST
અલ્પેશભાઈ જ પોસ્ટર બોય, તેમના નેતૃત્વમાં પાટીદાર આંદોલન ચાલશે- હાર્દિક પટેલ
હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

જામીન પર જેલમુક્ત થયેલા પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાના સ્વાગત માટે હાર્દિક પટેલ પણ લાજપોર જેલ બહાર આવ્યો હતો

  • Share this:
સુરત: પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ સમયે તેનું સ્વાગત કરવા હાર્દિક પટેલ લાજપોર જેલની બહાર પહોંચ્યો હતો. કથીરિયાનું સ્વાગત કર્યા બાદ હાર્દિકે જણાવ્યું હતું કે, અલ્પેશભાઈ જ પાટીદાર અનામત આંદોલનના નેતા છે, તેમના નેતૃત્વમાં જ પાટીદાર આંદોલન ચાલશે. અલ્પેશભાઈ અમારો મુખ્ય ચહેરો છે, તેઓ જે પ્રકારે આયોજન કરશે તે પ્રકારે ચાલીશું. જે નેતૃત્વને લોકો સ્વીકાર કરે તે નેતૃત્વમાં જ પાટીદાર આંદોલન ચાલશે.

ભાજપ અમારાથી ડરી ગયું લાગે છે- હાર્દિક
રોડ શોને મંજૂરી ન મળવાને લઈ હાર્દિકે કહ્યું કે, જ્યારે અમિત શાહનો રોડ શો બંગાળની સીએમ મમતા બેનર્જી રદ કરે તો તેઓ એમ કહે છે કે બંગાળ સરકાર ભાજપથી ડરે છે. તો અમને પણ એવું લાગે છે કે અમારા રોડ શોને મંજૂરી ન આપતાં ભાજપ પણ અમારાથી ડરે છે. આંદોલનના ચહેરાઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે પરંતુ જે પણ અલ્પેશભાઈ કહેશે એ પ્રમાણે આગળ ચાલીશું. અમારા પોસ્ટર બોય અલ્પેશભાઈ છે આંદોલનને કયા સ્તરે લઈ જવું તે તેઓ જ નક્કી કરશે.
googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

આ પણ વાંચો, 'અલ્પેશ થયો આઝાદ', હાર્દિક પટેલ સાથે પાસ કાર્યકર્તાઓએ લાજપોર જેલ બહાર કર્યુ ભવ્ય સ્વાગત

પાટીદાર સમાજના હિત માટે કામ કરતા રહીશું- હાર્દિક
હાર્દિક પટેલે જણાવ્યું કે, અલ્પેશ કથીરિયાના ભવ્ય સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા, તેમને રોકવામાં આવ્યા મને પણ ટોલ ટેક્સ પણ રોકવામાં આવ્યો હતો. છતાંય અમે અમારા ભાઈના સ્વાગત માટે આવ્યા છીએ. અને હવે અમારો જ. પણ પ્રયાસ હશે તે સમાજ હિત માટે અને પાટીદાર અનામતની માંગણી માટે અને સમાજની એકતા માટે અને સામાજિક અને આર્થિક ધોરણે જે લાભ મળે એ માટે પ્રયાસ કરી આગળ વધી રહ્યા છીએ.
First published: December 9, 2018, 10:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading