સુરત: હાર્દિક પટેલ અલ્પેશ કથિરીયાને મળવા પહોંચ્યો જેલમાં, ન મળી મંજૂરી

હાર્દિક પટેલ અલ્પેશને મળવા માટે લાજપોર જેલ પહોંચ્યો હતો.

News18 Gujarati
Updated: December 7, 2018, 1:13 PM IST
સુરત: હાર્દિક પટેલ અલ્પેશ કથિરીયાને મળવા પહોંચ્યો જેલમાં, ન મળી મંજૂરી
હાર્દિક પાસના કાર્યકરો સાથે અલ્પેશ કથિરીયાના ઘરે પહોંચ્યો હતો
News18 Gujarati
Updated: December 7, 2018, 1:13 PM IST
કિર્તેશ પટેલ,સુરત

સુરત પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાને બધા કેસમાં જામીન મળતા પાસમાં ખુશીનો માહોલ છે. ત્યારે આજે પાસ કન્વીનર હાર્દિક પટેલ અલ્પેશને મળવા માટે લાજપોર જેલ પહોંચ્યો હતો પરંતુ જેલ અધિકારીઓએ મુલાકાતની પરવાનગી ન આપી ન હતી. જે બાદ હાર્દિક પાસના કાર્યકરો સાથે અલ્પેશ કથિરીયાના ઘરે પહોંચ્યો હતો.

હાર્દિક પટેલ પાસના કાર્યકર્તાઓ સાથે સુરતમાં આવેલા અલ્પેશ કથરિયાનાં ઘરમાં તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી. બાદમાં સુરત પાસની મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં અલ્પેશને જેલમાં નીકળ્યા બાદ પાસ દ્વારા મોટું સરઘસ કાઢવાનું આયોજન કરવામાં આવશે. પાસના કાર્યકર્તાઓ અલ્પેશના ઘરે આવ્યા બાદ ઉજવણી કરશે. ઉલ્લેખનીય છે કે અલ્પેશની જેલ મુક્તિ માટે પાસ અને એસપીજી દ્વારા મોટાપાયે આંદોલન ચલાવવામાં આવ્યું હતું.

અલ્પેશ કથિરીયાનો કાર્યક્રમ 

આગામી સોમવારે અલ્પેશ કથિરીયા જેલમાંથી છૂટશે. જે પછી પાસના કાર્યકર્તાઓ સાથે તે વિજય સર્ઘષ સાથે ઘરે પહોંચશે. જે બાદ અલ્પેશ પોતાના પરિવારને મળીને કેવડિયા ખાતે આવેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જશે. ત્યાંથી તે સીઘો કાગવડ દર્શન કરવા જશે.

આ પણ વાંચો : પટેલથી પટેલ સુધી : એક જે રોબોટિક્સથી જીવ બચાવે છે, બીજો જે જીવતાંજીવને માયકાંગલા બનાવે છે!જુઓ વીડિયો: LRD પેપર લીકઃ આ ચૂંટણી ફંડ માટે પૈસા ભેગ કરવાનું કૌભાંડ: હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલન ચાલતુ હતું. ત્યારે સુરત, અમદાવાદમાં તોડફોડ અને આગચંપીના અનેક બનાવો બન્યા હતા. એક ઘટના સુરતના અમરોલી પોલીસ મથકની હદમાં બની હતી. પાસના નેતા હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો સામે ગુના રજિસ્ટર નં. 135-2015થી રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर