સુરતમાં હાર્દિક પટેલ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર, પુછાયા આ સવાલો જુવો

સુરત : પાટીદારોને અનામત અપાવવા માટે હાર્દિક પટેલ દ્વારા અનામત આંદોલન શરૂ કરાયું છે ત્યારે છેલ્લા થોડાક સમયથી હાર્દિક પટેલનો ઠેર ઠેર વિરોધ પણ થઇ રહ્યો છે ત્યારે ગઇકાલે સુરતમાં યતીન રૂપારેલીયા દ્વારા હાર્દિક પટેલ વિરુદ્ધ પોસ્ટર લગાવાયા હતા. નોધનીય છે કે એક તરફ શ્રવણ વર્ગો અનામત માગી રહ્યા છે ત્યારે હાર્દિક પટેલના વિરોધ પાછળ આંદોલનને દબાવી દેવાની રણનિતી મનાઇ રહી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પાટીદાર સિવાયના અન્ય શ્રવણ વર્ગો પણ અનામતની માંગ યોગ્ય માની રહ્યા છે અને આગામી સમયમાં તેઓ પણ મેદાનો ઉતરી શકે છે.

નોધનીય છે કે, તાજેતરમાં સરકારની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં માત્ર એક કે અડધા માર્કસ માટે અનેક શ્રવણ ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના મેરિટમાંથી નોકરી ગુમાવવાનો વારો આવે તેમ હોવાથી શ્રવણ વર્ગના યુવકોમાં ઉકળતા ચરુ જેવો માહોલ છે. જે ગમે ત્યારે ધડાકો કરી શકે છે. તો બીજી તરફ મંગળવારે હાઇકોર્ટમાં પણ એક રીટ થઇ છે અને પોલીસની ભરતી પ્રક્રિયામાં શ્રવણવર્ગોને અન્યાય થતો હોવાનો મુદ્દે ઉઠાવાયો છે.
પાટીદારોને અનામત મળે તે માટે શરુ કરવામાં આવેલા આંદોલનને ચલાવનારા હાર્દિક પટેલ સામે વિરોધના સુર ઉઠી રહ્યા છે. સુરતમાં અગાઉ હાર્દિક વિરોધના બેનરો લાગ્યા હતાં, ત્યારે ફરી એક વખત હાર્દિકના આંદોલન અંગે સવાલો પૂછતા બેનર સુરતના ભાઠેના વિસ્તારમાં લાગવવામાં આવ્યા હતાં. આ બેનરમાં હાર્દિકને પૂછવામાં આવ્યું છે કે
1) અનામત જો OBC પંચ આપે તો આંદોલન સરકાર સામે શા માટે?
2) પોલીસ દમન પાછળ તારી જીદ કે ગાંડપણ જવાબદાર નથી?
3) આંદોલનમાં સહકાર આપવા માંગતા નેતાઓ પાસે રાજીનામાં માગવાનો અધિકાર તને કોને આપ્યો?
4) 11 નિર્દોષોની શાહદાત પાછળ હાર્દિક તારી ખરાબ નિતી જવાબદાર નથી?
5) દરેક સભામાં 44 ના 4 કરવાની તારી મનસા સાથે પાટીદાર સમાજ સહેમત નથી?
6) હજુ પણ કાયદાકીય લડત થી કેમ ભાગતો ફરે છે?
7) પાટીદાર સમાજની સંવેદના સાથે રમવાનું બંધ કર
પોસ્ટર લગાડનાર યુવકે હાર્દીકનો વિરોધ કરતા રહેવાન ધમકી પણ આપી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર