હાર્દિકની વતન વાપસીને આવકારી સરકારને શંકરસિંહે આપી ચેતવણી

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 17, 2017, 7:09 PM IST
હાર્દિકની વતન વાપસીને આવકારી સરકારને શંકરસિંહે આપી ચેતવણી
ગાંધીનગરઃ હાર્દિક પટેલ 6 મહિના બાદ ગુજરાત પરત ફર્યો છે ત્યારે વિપક્ષ નેતા શંકરસિંહ વાધેલાએ હાર્દિકને આવકાર્યો છે. તેમણે સરકારને પણ ચેતવણી આપી છે કે લોકશાહીને ટૂંપો દેવાનું બંધ કરે. હાર્દિક અને તેની ટીમ કાયદા પ્રમાણે જે માંગ કરી રહી છે તે સાંભળે. હાર્દિકને સભા કે રેલી માટે રોકી ન શકાય અને શાંતિપૂર્વક વ્યવસ્થા જળવાય તે પોલીસનું કામ છે અને પોલીસે તે કરવું જોઇએ. કોઇને ઉશ્કેરવાના બદલે કાયદો વ્યવસ્થા જળવાય તે જરુરી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 17, 2017, 7:09 PM IST
ગાંધીનગરઃ હાર્દિક પટેલ 6 મહિના બાદ ગુજરાત પરત ફર્યો છે ત્યારે વિપક્ષ નેતા શંકરસિંહ વાધેલાએ હાર્દિકને આવકાર્યો છે. તેમણે સરકારને પણ ચેતવણી આપી છે કે લોકશાહીને ટૂંપો દેવાનું બંધ કરે. હાર્દિક અને તેની ટીમ કાયદા પ્રમાણે જે માંગ કરી રહી છે તે સાંભળે. હાર્દિકને સભા કે રેલી માટે રોકી ન શકાય અને શાંતિપૂર્વક વ્યવસ્થા જળવાય તે પોલીસનું કામ છે અને પોલીસે તે કરવું જોઇએ. કોઇને ઉશ્કેરવાના બદલે કાયદો વ્યવસ્થા જળવાય તે જરુરી છે.

ગત સપ્તાહે પૂર્ણ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને વિપક્ષ નેતા શંકરસિંહ વાધેલાએ રાજ્ય અને કેન્દ્ર સરકારો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ સમિટ પાછળ આ વર્ષે જ રુ. 500 કરોડથી વધુનો ખર્ચ થયો છે. પરંતુ મોદી સરકાર આ ખર્ચ મામલે સાચા આંકડા જાહેર કરતી નથી. રાજ્ય-કેન્દ્ર સરકારોનો વહીવટ પારદર્શક નથી અને અણઘડ આયોજનો દ્રારા પ્રજાના નાણાં વેડફી રહ્યા છે. રાજ્યનું દેવું 2 લાખ કરોડને પાર પહોંચી ચૂક્યું છે ત્યારે વાઇબ્રન્ટ તાયફાઓ છતાં ગુજરાત રોકાણમાં પાંચમાં નંબરે ધકેલાયું છે.

નોટબંધીના કારણે ઉદ્યોગકારો એમઓયુ માટે તૈયાર નહોતા

શંકરસિંહે વધુમાં કહ્યુ કે,સરકાર જો સાચી હોય તો ખર્ચના તમામ આંકડા જાહેર કરે અને કેટલા સાચા એમઓયુ થયા તે પણ જાહેર કરે. ઉદ્યોગપતિઓને પરાણે બોલાવીને એમઓયું કરાવવામાં આવ્યા છે. નોટબંધીના કારણે ઉદ્યોગકારો એમઓયુ માટે તૈયાર નહોતા એટલે સરકારી સંસ્થાઓ પાસે એમઓયુ કરાવ્યા છે. આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટએ પીએમ મોદીના પ્રચાર પ્રસાર માટે હોવાનો વિપક્ષ નેતાએ આરોપ લગાવ્યો છે.

ગાંધીજીની છબિ ભૂંસવા માટે સરકાર કામ કરી રહી છેઃશંકરસિંહ વાઘેલા

પીએમ મોદીના ચરખા વિવાદને લઇને વિપક્ષ નેતાએ પીએમઓ પર આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે પીએમઓની જાણ બહાર કોઇપણ સંસ્થા પીએમનો ફોટો વાપરી શકતી નથી. ત્યારે કેવીઆઇસીએ પીએમઓને જાણ કરીને જ આ ફોટો વાપર્યો હતો. પીએમ મોદીએ પહેલા સરદાર અને વિવેકાનંદનો ઉપયોગ કર્યો હતો અને હવે ગાંધીજીનો ઉપયોગ કરવા માંગે છે. આગામી દિવસોમાં ગાંધીજીના સ્થાને ગોડસે આવી જાય તો નવાઇ નહિ. નવી આવનારી રુ. 100 ની નોટમાંથી પણ ગાંધીજીની તસવીર ગાયબ છે જે દર્શાવે છે કે ગાંધીજીની છબિ ભૂંસવા માટે સરકાર કામ કરી રહી છે.
First published: January 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर