સુરત: ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હેક કરી વિધાર્થી દ્વારા કરવામાં આવી છેતરપિંડી

News18 Gujarati
Updated: December 9, 2019, 8:31 PM IST
સુરત: ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હેક કરી વિધાર્થી દ્વારા કરવામાં આવી છેતરપિંડી
યુવાને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી ફરિયાદીના મિત્રોને મેસેજ કરી પૈસા પડાવ્યા

યુવાને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી ફરિયાદીના મિત્રોને મેસેજ કરી પૈસા પડાવ્યા

  • Share this:
ટેક્નોલોજી જેટલી ઉપયોગી છે તેટલી નુકસાન કારક છે કારણ કે આ ટેક્નોલોજીની મદદથી અનેક ભેજાબાજો લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે, ત્યારે આવી એક છેતરપીંડીની ઘટના સુરતમાં સામે આવી છે. એક ભેજાબાજ યુવાનને પોલીસે ઝડપી પડ્યો છે, જે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હેક કરીને યુવાનના મિત્રો પાસેથી મદદના નામે રૂપિયા પડાવ્યા હતા. સાઇબર ક્રાઇમમાં ફરિયાદ થતા છેતરપિંડી કરનાર વિધાર્થીને પોલીસે ઝડપી પડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુંગર ગામ ખાતે રહેતા આરોપી વિદ્યાર્થી તરૂણ શિવકુમાર ત્યાગીએ વોટસએપ પર અલગ અલગ ગ્રુપમાં એક લિંક શેર કરીને, પોતાના ગ્રુપમાં જોડાવા માટે સંખ્યાબંધ લોકોને નિમંત્રણ આપ્યું હતું.

આ લિંકનો ઉપયોગ કરીને ફરિયાદી ભેજાબાજ તરૂણના વોટસએપ ગ્રુપમાં જોડાયો હતો, જેનો સીધો ફાયદો લઇને તરૂણ નામના આ ભેજાબાજ વિદ્યાર્થીએ એક ફરિયાદીનું ઇન્સ્ટાગ્રામ પરનું એકાઉન્ટ હેક કરી નાંખ્યું હતું અને વિધાર્થી દ્વારા આ યુવકના મિત્રોને યુવાનના નામે એવા મેસેજ કર્યા હતા કે તેને રૂપિયાની આવશ્યકતા છે, તેથી તેઓ તેને મદદ કરે, આ પ્રમાણેના મેસેજ મોકલીને તેણે રૂપિયા 5 હજાર 600 પડાવ્યા હતા.

આ મામલે જ્યારે ફરિયાદીને ખ્યાલ આવતા તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તરૂણ ત્યાગીને ઝડપી લેવામાં આવ્યો છે. હાલમાં તેની પુછપરછ ચાલુ છે અને તેણે આ પ્રકાના અન્ય ગુના આચર્યા છે કે કેમ તે અંગે પણ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
First published: December 9, 2019, 8:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading