સુરત: સાતથી આઠ લોકોએ વગર વાંકે જીમના ફિટનેસ ટ્રેનરને ટીપી નાખ્યો

સુરત: સાતથી આઠ લોકોએ વગર વાંકે જીમના ફિટનેસ ટ્રેનરને ટીપી નાખ્યો
જીમ ટ્રેનર પર હુમલો.

જીમ ટ્રેનરને બહાર ખેંચી જઈને સાતથી આઠ અજાણ્યા યુવકોએ ફટકાર્યો, ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી.

 • Share this:
  સુરત: સુરતમાં ગુનાખોરોની ગ્રાફ સતત વધી રહ્યો છે. અહીં દરરોજ હત્યા (Murder), હત્યાના પ્રયાસ હુમલાના બનાવો પોલીસ ચોપડે નોંધાતા રહે છે. હવે આવો વધુ એક બનાવ પોલીસ (Surat Police) ચોપડે નોંધાયો છે. મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં બનેલા બનાવમાં જીમના એક ફિટનેસ ટ્રેનર (Surat fitness trainer)ને વગર વાંકે માર પડ્યો છે. આ સમગ્ર બનાવ સીસીટીવી (CCTV)માં કેદ થયો છે. અજાણ્યા લોકો ફિટનેસ ટ્રેનર સાથે મારામારી કરીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

  મળતી માહિતી પ્રમાણે અલથાણ વિસ્તારમાં જીમમાં ફિટનેસ ટ્રેનર પર જીવલેણ હુમલો થયો છે. અજાણ્યા લોકોએ ફિટનેસ ટ્રેનરને માર માર્યો હતો. ફિલ્મી ઢબે માર મારવાની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે અજાણ્યા શખ્સો અન્ય વ્યક્તિને માર મારવા આવ્યા હતા પરંતુ ભૂલથી ફિટનેસ ટ્રેનર ઝપડે ચઢી ગયો હતો. અંગત અદાવતમાં આ લોકો માર મારવા આવ્યા હતા. આ મામલે ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી તપાસ આરંભી છે.  બનાવ સીસીટીવીમાં કેદ.


  પોલીસ દોડી આવી:

  ફિટનેસ ટ્રેનરને વગર વાંકે માર પડતા તેણે પોલીસ કંટ્રોલરૂમને ફોન કર્યો હતો. જે બાદમાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, પોલીસ આવે તે પહેલા સાતથી આઠ લોકો ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી આરોપીઓની ઓળખ શરૂ કરી છે.

  મળતી માહિતી પ્રમાણે સુકેતુ શ્રીકાંત નામનો ફિટનેસ ટ્રેનર અલથાણ ખાતે જીમમાં કામ કરે છે. આ બનાવ શનિવારે બન્યો હતો. બપોરના સમયે તે જીમ ખાતે કસરત કરતો હતો ત્યારે સાતથી આઠ જેટલા અજાણ્યા યુવકોએ તેને બહાર ખેંચી લીધો હતો અને માર માર્યો હતો. સુકેતુએ પોલીસને જણાવ્યું હતું કે તેને વગર વાંકે માર પડ્યો છે. તે હુમલો કરનાર લોકોને ઓળખતો નથી. આ ઉપરાંત તેને કારણ વગર માર મારવામાં આવ્યો છે.

  આ પણ જુઓ-

  બીજી તરફ પોલીસનું માનવું છે કે હુમલો કરનારા લોકોમાં રેફલ પટેલ અને પિન્ટુ પટેલ અને તેના અન્ય મિત્રો સામેલ છે. આ તમામ લોકો બમરોલી ખાતે રહે છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તમામની ઓળખ કરીને તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
  Published by:Vinod Zankhaliya
  First published:December 01, 2020, 11:21 am

  टॉप स्टोरीज