સુરત : જૈન સંપ્રદાયના ગુણરત્નસૂરીશ્વર મહારાજ 88 વર્ષે કાળધર્મ પામ્યા

News18 Gujarati
Updated: July 14, 2020, 3:06 PM IST
સુરત : જૈન સંપ્રદાયના ગુણરત્નસૂરીશ્વર મહારાજ 88 વર્ષે કાળધર્મ પામ્યા
પાલખી નિમિતે ચઢાવા ઓનલાઈન રાખવામાં આવ્યો છે

પાલખી નિમિતે ચઢાવા ઓનલાઈન રાખવામાં આવ્યો છે

  • Share this:
સુરત : જૈન સંપ્રદાયના 88 વર્ષીય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સુરતના કૈલાશનગર જૈન સંઘ ખાતે કાળધર્મ પામ્યા છે. કૈલાશનગર જૈન સંઘ ખાતે નવકાર મંત્રનું સ્મરણ કરતા કરતા વહેલી સવારે 3.20 કલાકે કાળધર્મ પામ્યા છે. જૈન સંપ્રદાયમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે પાલખી નિમિતે ચઢાવા ઓનલાઈન રાખવામાં આવ્યો છે. આજે બપોરે  2 કલાકે આ કાર્યક્રમ છે.

ગુણરત્નસૂરીશ્વર મહારાજનું સંસારી નામ ગણેશમલજી હીરાચંદજી નામ હતુ. તેમનો જન્મ રાજસ્થાનના પાદરલમાં વર્ષ 1932માં થયો હતો. જે બાદ વર્ષ 1954માં મુંબઈ ખાતે તેમણે દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. તેમની વડી દીક્ષા પણ 1954માં યોજાઈ હતી. ત્યારબાદ 1989માં અમદાવાદ ખાતે ગળી પદ બાદ રાજસ્થાનમાં પંન્સાય પદ અને આચાર્ય બન્યા હતા. નોંધનીય છે કે, તેમણે અનેક લોકોને દીક્ષા આપીને સંયમને માર્ગે વાળ્યા છે.

 આ પણ જુઓ- 
તેમણે આચાર્ય બન્યા બાદ સુરતમાં 28 યુવક-યુવતી, પાલિતાણામાં 38 યુવક-યુવતીઓની સામૂહિત દીક્ષા સાથે અત્યાર સુધીમાં 450થી વધુ દીક્ષા આપી છે.

આ પણ વાંચો -  સુરત : ટોસીલીઝુમાબ ઇન્જેકશનના કાળા બજારમાં સંડોવાયેલ દવાની દુકાનના માલિકની થઇ ધરપકડ
Published by: Kaushal Pancholi
First published: July 14, 2020, 12:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading