લેખક અને સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનું સુરત ખાતે નિધન

News18 Gujarati
Updated: September 5, 2018, 9:12 AM IST
લેખક અને સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનું સુરત ખાતે નિધન
ભગવતીકુમાર શર્મા
News18 Gujarati
Updated: September 5, 2018, 9:12 AM IST
લેખલ અને ગુજરાતી સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનું આજે સવારે છ વાગ્યે સુરતના અડાજણ ખાતે તેમના નિવાસ્થાને નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. ભગવતીકુમાર શર્માનું કવિતા, ટૂંકી વાર્તા ચરિત્રસ અને નવલકથામાં વિશેષ પ્રદાન રહ્યુ છે. ભગવતીકુમાર શર્માએ નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે કાર્ય કર્યું છે. તેમને 1977માં કુમારચન્દ્રક,1984માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને 1988માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

ભગવતીકુમાર શર્માનો જન્મ 31 મે 1934ના રોજ સુરતમાં હરગોવિંદભાઇ અને હીરાબેનને ત્યાં થયો હતો. તેમણે 1950માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પણ ત્યાર પછી અભ્યાસ છોડી દીધો હતો. 1968માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી હતી.

ભગવતીકુમાર શર્મા 1955માં ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં જોડાયા હતા. તેઓ 2009થી 2011 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા.

રૂપાણી આપી શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ મૂર્ધન્ય સાહિત્યકાર અને વરિષ્ઠ પત્રકાર ભગવતીકુમાર શર્માના સુરત ખાતે થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને દુઃખ ની લાગણી વ્યક્ત કરીને સદ્દગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ ભાવાંજલી આપતા કહ્યું કે, "ભગવતીકુમાર શર્માના નિધનથી સાહિત્ય જગત અને પત્રકારીતા ક્ષેત્રને ન પુરાય એવી ખોટ પડી છે. કટાર લેખન અને રચનાઓથી બહુવિધ વિષયોને સમાજ સમક્ષ ઉજાગર કરવામાં ભગવતીકુમાર શર્માનું પ્રદાન સદાકાળ આપણને યાદ રહેશે."

નવલકથાઅસૂર્યલોક (1987) (સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા)
ઊર્ધ્વમૂલ (1981)
સમયદ્વીપ
આરતી અને અંગાર
વીતી જશે આ રાત?
રિક્તા
ના કિનારો ના મઝધાર
વ્યક્તમધ્ય

નવલિકા

દીપ સે દીપ જલે
હૃદયદાનં
રાતરાણી
છિન્ન ભિન્ન
અડાબીડ
વ્યર્થ કક્કો - છળ બારાખડી
તમને ફૂલ દીધાનું યાદ
First published: September 5, 2018
વધુ વાંચો अगली ख़बर