સુરતમાં PM: ઐતિહાસિક રોડ શો બાદ આજે કરશે મોટી હોસ્પિટલનું ઉદઘાટન, શું છે આજના કાર્યક્રમ જાણો

Haresh Suthar | News18 Gujarati
Updated: April 17, 2017, 8:56 AM IST
સુરતમાં PM: ઐતિહાસિક રોડ શો બાદ આજે કરશે મોટી હોસ્પિટલનું ઉદઘાટન, શું છે આજના કાર્યક્રમ જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગઇ કાલથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગઇ કાલે સાંજે સુરતમાં ઐતિહાસિક રોડ શો કર્યા બાદ આજે પણ પીએમના વિવિધ કાર્યક્રમો છે. પીએમ આજે સુરત ખાતે પાટીદારો દ્વારા બનાવાયેલ 500થી વધુ બેડની અદ્યતન કિરણ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. અહીં નોંધનિય છે કે આ હોસ્પિટલ પાટીદારો દ્વારા નિર્માણ કરાયેલી છે. અહીં જોવાનું એ છે કે પાટીદાર આગેવાનો સાથે પીએમ આજે એક મંચ પર આવશે. જ્યાંથી તેઓ પાટીદારો માટે શું જાહેરાત કરેશે એને લઇને અનેક ઉત્સુકતા જોવા મળી રહી છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 17, 2017, 8:56 AM IST
સુરત #વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગઇ કાલથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગઇ કાલે સાંજે સુરતમાં ઐતિહાસિક રોડ શો કર્યા બાદ આજે પણ પીએમના વિવિધ કાર્યક્રમો છે. પીએમ આજે સુરત ખાતે પાટીદારો દ્વારા બનાવાયેલ 500થી વધુ બેડની અદ્યતન કિરણ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. અહીં નોંધનિય છે કે આ હોસ્પિટલ પાટીદારો દ્વારા નિર્માણ કરાયેલી છે. અહીં જોવાનું એ છે કે પાટીદાર આગેવાનો સાથે પીએમ આજે એક મંચ પર આવશે. જ્યાંથી તેઓ પાટીદારો માટે શું જાહેરાત કરેશે એને લઇને અનેક ઉત્સુકતા જોવા મળી રહી છે.

પીએમ મોદીનું આજનું શિડ્યુલ

સવારે 8:50 કલાકે સર્કિટ હાઉસથી બાય રોડ કિરણ હોસ્પિટલ જવા રવાના

સવારે 9 કલાકે કિરણ હોસ્પિટલના ઉદ્દઘાટન સમારોહમાં હાજરી

સવારે 9:20 કલાકે હોસ્પિટલ નજીક જાહેરસભાને સંબોધન

10:15 કલાકે કતારગામથી બાયરોડ ઈચ્છાપોર જવા રવાના

સવારે 10:35 કલાકે ઈચ્છાપોરમાં ડાયમંડ યુનિટનું ઉદ્દઘાટન કરશે

સવારે 10:45 કલાકે ઈચ્છાપોરથી એરપોર્ટ જવા રવાના થશે

સવારે 11 કલાકે હરેક્રિષ્ણ એક્સપોર્ટથી સુરત એરપોર્ટ પહોંચશે

સવારે 11:10 કલાકે સુરત એરોપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા વ્યારા હેલિપેડ

સવારે 11:45 કલાકે વ્યારા હેલિપેડથી મોટરમાર્ગ બાજીપુરા પહોંચશે

બપોરે 12 કલાકે બાજીપુરામાં સુમુલ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ, જાહેરસભા

બપોરે 1:30 કલાકે ભરત વ્યારાથી સેલવાસ હેલિકોપ્ટર દ્વારા પહોંચશે

બપોરે 2 કલાકે દાદરાનગરના સેલવાસમાં જાહેરસભાને સંબોધન

બપોરે 3:30 કલાકે સેલવાસથી હેલિકોપ્ટર દ્વારા બોટાદ જવા રવાના

બપોરે 4:30 કલાકે બોટાદ હેલિપેડ ખાતે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત

સાંજે 5 કલાકે બોટાદમાં કૃષ્ણ સાગરમાં સૌની યોજનાનું લોકાર્પણ

સાંજે 6:15 કલાકે બોટાદથી હેલિકોપ્ટર દ્વારા ભાવનગર એરપોર્ટ જશે

સાંજે 7 કલાકે ભાવનગર એરપોર્ટથી પરત દિલ્હી જવા રવાના થશે
First published: April 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर