Home /News /south-gujarat /

સુરત: વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા, 70 લાખ લૂંટી ગોળી મારી દેવાઈ

સુરત: વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા, 70 લાખ લૂંટી ગોળી મારી દેવાઈ

ગુજરાતી લોકો જે વિદેશમાં વસે છે તેના પર જીવલેણ હુમલો થયો હોય, તેની હત્યા કરી નાંખવામાં આવી હોય તેવા કિસ્સાઓ અનેક વાર જોવા મળ્યા છે

ગુજરાતી લોકો જે વિદેશમાં વસે છે તેના પર જીવલેણ હુમલો થયો હોય, તેની હત્યા કરી નાંખવામાં આવી હોય તેવા કિસ્સાઓ અનેક વાર જોવા મળ્યા છે

    વધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યા કરવામાં આવી છે. વારંવાર વિદેશોમાં ગુજરાતીની હત્યા હવે ચિંતાનો વિષય બન્યો છે. આ વખતે મૂળ સુરતના નાની નરોલીનો એક યુવાન ભોગ બન્યો છે. તેની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કરી દેવાઈ છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ સુરતના નાની નરોલી ગામના સાજીદ સિદાત નામના યુવાનની દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. તે છેલ્લા 10 વર્ષથી જોનીસબર્ગના લેન્સિયા વિસ્તારમાં રહેતો હતો.

    સજીદ સીદાત જોનીસબર્ગમાં સીગરેટની ફેક્ટરીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. લૂંટારુ દ્વારા સાજીદની કાર આતરી 70 લાખથી વધુની લૂંટ ચલાવવામાં આવી. અને લૂંટ કર્યા બાદ સાજીદ ઉપર ત્રણ વાર ફાયરિંગ કરવામાં આવ્યું. જેને લઈ સાજીદને પેટ, ગળાના ભાગે ગોળી વાગતા તેનું મોત નીપજ્યું છે. સાજીદ સીદાતનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

    ગુજરાતી લોકો જે વિદેશમાં વસે છે તેના પર જીવલેણ હુમલો થયો હોય, તેની હત્યા કરી નાંખવામાં આવી હોય તેવા કિસ્સાઓ અનેક વાર જોવા મળ્યા છે. આ પહેલા પણ અંકલેશ્વરના રવિન્દ્રા ગામનો દક્ષિણ આફ્રિકામાં રહેતા યુવાનની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી, આ યુવાન પણ છેલ્લા આઠ વર્ષથી દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયો હતો. ૩૮ વર્ષીય અબ્દુલ સત્તાર સુલેમાન રોકની નીગ્રો યુવાનોએ લૂંટના ઇરાદે ગોળી મારીને હત્યા કરી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Dead, Gujarat young man, Johannesburg, Sajid sidat, Shot, South africa

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन