દેશભરમાં સુરતે કચરા મુક્ત શહેરોની યાદીમાં બાજી મારી, મેળવ્યા ફાઇવ સ્ટાર રેન્કિંગ


Updated: May 20, 2020, 9:03 AM IST
દેશભરમાં સુરતે કચરા મુક્ત શહેરોની યાદીમાં બાજી મારી, મેળવ્યા ફાઇવ સ્ટાર રેન્કિંગ
કચરા મુક્ત ફાઇવ સ્ટાર શહેરોમાં ગુજરાતના સુરત અને રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કચરા મુક્ત ફાઇવ સ્ટાર શહેરોમાં ગુજરાતના સુરત અને રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • Share this:
સુરત : કોરોના વાયરસ અને લૉકડાઉન વચ્ચે  કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ કચરામુક્ત શહેરોનું રેટીંગ જાહેર કર્યું છે. જેમાં દેશભરના શહેરોની સાથે સુરત શહેરને 5 સ્ટાર રેટીંગ મળ્યું છે. રાજયમાં રાજકોટ અને સુરતને જ આ પ્રકારના રેટિંગ મળ્યાં છે. સ્વચ્છતાની બાબતમાં લોકોમાં જાગૃતિ વધી છે. સાથે જ પાલિકા દ્વારા કચરાના નિકાલની જે કામગીરી કરવામાં આવી રહી છે તેને કારણે આ શક્ય બન્યું છે.

કોરોના વાયરસ અને લૉકડાઉન વચ્ચે સુરત માટે ખુશીના સાથે મોટા સમાચાર આવ્યાં છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રીએ કચરામુક્ત શહેરોનું રેટીંગ જાહેર કર્યું હતું. જેમાં દેશભરના શહેરોની સાથે સુરત શહેરને 5 સ્ટાર રેટીંગ મળ્યું છે. કચરામુક્ત શહેરોની યાદીમાં બાજી મારી છે. કારણે થોડા સમય પહેલા સ્વચ્છતાને લઇને સુરત જેરીતે પાછળ ચાલી રહ્યું હતું. જેને કારણે તંત્ર  દ્વારા સતત મહેનત કરવામાં આવી રહી હતી. લોકોને જાગૃત કરવા માટે તંત્ર દ્વારા દિવસ રાત એક કરવામાં આવ્યા હતા. તંત્ર અને ખાસ કરીને લોકોની જાગૃતિને લઇને આજે સુરતને ગાર્બેજ ફ્રી સીટી માટે  ફાઇવ સ્ટાર રેન્ક આપવામાં આવ્યો છે.

આ અંગે સુરત મહાનગરપાલિકાના કર્મયોગીઓને અભિનંદન મ્યુનિસિપલ કમિશ્નરે આપવાની સાથે સાથે સુરતના તમામ નગરજનોને આ સિધ્ધિ મેળવવા બદલ ખુબ ખુબ શુભકામના પાઠવી હતી. સ્વચ્છતા સતત ચાલતી પ્રવૃતિ છે. આગામી સમયમાં પણ શહેરીજનો વધુ જાગૃત બને અને કચરાનો યોગ્ય નિકાલ થાય તે દિશામાં હજુ વધુ કામગીરી કરવામાં આવશે. સ્વચ્છતા હશે તો જ આપણે દરેક બાબતમાં આગળ આવી શકીશું. જેથી આ બાબતે વધારે જાગૃતિ લોકોમાં ફેલાય તે પણ જરૂરી છે.

આ પણ વાંચો - સુરતમાં આજથી વેપાર ઉદ્યોગ શરૂ અને બીજી બાજુ શ્રમિકો ભરીને 32 ટ્રેનો વતન વાપસી કરશે

સ્વચ્છતા સરક્ષણમાં જે રીતે મનપા તંત્ર સતત મહેનત કરીને આ સિદ્ધિ મેળવી છે ત્યારે આગામી દિવસ પહેલા કર્મ પર આવવા માટે તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. આ ખુશીના સમાચાર આવતા અધિકારી સાથે તમામ લોકો ખુશીની લહેર જોવા મળી હતી અને આગામી દિવસમાં તંત્ર દ્વારા સ્વચ્છતાની બાબતમાં સતત જાગૃતિ આપીને લોકો પર આ કામગીરીમાં વધુ જોડાયા તે માટે પ્રયાસ કરવામાં આવશે.

આ પણ જુઓ- 
First published: May 20, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading