હાર્દિક પટેલ ફરી એકવાર પોલીસ સ્ટેશનમાં, શું છે આખો મામલો? જાણો

Haresh Suthar | News18 Gujarati
Updated: January 19, 2017, 12:20 PM IST
હાર્દિક પટેલ ફરી એકવાર પોલીસ સ્ટેશનમાં, શું છે આખો મામલો? જાણો
છ મહિનાના વનવાસ બાદ બે દિવસ પૂર્વે માદરે વતન ગુજરાતમાં આવેલ પાસ નેતા હાર્દિક પટેલ ફરી એકવાર પોલીસ સ્ટેશનમાં આવ્યો છે. હાઇકોર્ટના આદેશ અનુસાર હાર્દિક પટેલ આજે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપવા આવ્યો છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 19, 2017, 12:20 PM IST
સુરત #છ મહિનાના વનવાસ બાદ બે દિવસ પૂર્વે માદરે વતન ગુજરાતમાં આવેલ પાસ નેતા હાર્દિક પટેલ ફરી એકવાર પોલીસ સ્ટેશનમાં આવ્યો છે. હાઇકોર્ટના આદેશ અનુસાર હાર્દિક પટેલ આજે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપવા આવ્યો છે.

પાટીદાર આંદોલન દરમિયાન થયેલ રાજદ્રોહ અને અન્ય ગુના સંર્દભે હાઇકોર્ટ દ્વારા હાર્દિક પટેલને છ મહિના ગુજરાત રહેવા બાદ આદેશ કર્યો હતો. જે અનુસાર છ મહિના રાજસ્થાનમાં ઉદેપુર ખાતે રહ્યા બાદ બે દિવસ પૂર્વે હાર્દિક પટેલ ગુજરાત આવ્યો છે. પરંતુ કોર્ટના આદેશ અનુસાર હાર્દિક પટેલે દર ગુરૂવારે પોલીસમાં હાજરી આપવાની છે. જે અંતર્ગત હાર્દિક પટેલ આજે હાજરી પુરાવા માટે આવી પહોંચ્યો હતો.  હાર્દિક પટેલ ક્રાઇમ બ્રાન્ચમાં આવવાનો હોવાથી અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો તો હાર્દિકના સમર્થકો પણ અહીં ઉમટ્યા હતા.

ગુરૂવારે હાજરી પુરાવશે

આ અંગે વિગતો આપતાં હાર્દિક પટેલના વકીલ યશવંતવાળાએ ન્યૂઝ18 ઇટીવીને જણાવ્યું હતું કે, રાજદ્રોહના ગુનામાં હાઇકોર્ટના આદેશાનુસાર હાર્દિક પટેલ આજે હાજરી આપવા માટે આવ્યા છે. કોર્ટના આદેશ મુજબ દર ગુરૂવારે પોલીસ સમક્ષ હાજરી આપવાની છે.

hardikpatel-lawyer-yashwantsinhvala
First published: January 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर