સુરત : દિલ્હીમાં શાસનમાં રહેલી આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)નો રાજ્યના ડાયમંડ સિટી સુરત (Diamond city Surat)થી પ્રવેશ થઈ ગયો છે. 21મી તારીખે યોજાયેલી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Surat municipal corporation election)ના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યારસુધી છ વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીએ સુરતમાં 27 બેઠકો પર વિજય મેળવતા પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખૂબ ખુશ છે. સુરતમાં આમ આદમી પાર્ટી વિપત્રમાં બેસશે અને ભારતના પ્રવેશ દ્વાર મનાતા સુરતથી રાજ્યમાં પ્રવેશ કરી ચુકી છે.
અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં મળેલી આ ભવ્ય જીત બદલ રાજ્યની જનતાનો આભાર માનવા અને ખાસ કરીને સુરતની જનતાનો આભાર માનવા માટે સુરતમાં એક રોડ શો યોજવાના છે.
આ પણ વાંચો : છ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામના તમામ સમાચાર માટે અહીં ક્લિક કરો
આગામી 26મી ફેબ્રુઆરીના રોજ સુરતમાં આમ આદમી પાર્ટીનો એક ભવ્ય રોડ શો યોજાવનો છે. અરવિંદ કેજરીવાલ જાતે આ રોડ શોમાં ઉપસ્થિત રહેશે. અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનિષ સિસોદિયા અને ધારાસભ્ય આતિષીનો રોડ શો યોજાયો હતો.
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. તેમણે લખ્યું કે 'નવી રાજનીતિની શરૂઆત કરવા માટે ગુજરાતના લોકોને દિલથી અભિનંદન' કેજરીવાલે અગાઉ ચૂંટણી પહેલા ગુજરાતી ભાષામાં અનેક ટ્વીટ કર્યા હતા. આપ માટે આ જીત અનેક સંકેત લઈને આવી છે.
આ પણ વાંચો : ભરૂચ : BJPના ઉમેદવારની ચૂંટણી સભામાં અભિનેત્રીએ ઠુમકા લગાવ્યા, Video થયો Viral
આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે લખ્યું કે મોદીજીના વિકાસ મોડલ કહેવાતા ગુજરાતમાં લોકો બદલાવ ઇચ્છી રહ્યા છે. લોકો કૉંગ્રેસના બદેલ આમને મોતો આપી રહ્યા છે. ગુજરાત બે પક્ષોનું રાજ્ય છે અને તે છે આપ અને ભાજપ, કૉંગ્રેસનું ગુજરાતમાં કોઈ અસ્તિત્વ નથી. રાજકોટમાં અમદાવાદ અને સુરતમાં અનેક ઠેકાણે આપ બીજા ક્રમે રહી છે. કૉંગ્રેસ ભાજપનું ઑક્સીજન છે. રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી માટે ઑક્સીજન છે. રાહુલ ગાંધીન નરેન્દ્ર મોદીના વિકલ્પ છે એવું બીજું કોઈ નહીં તેઓ સ્વયં કહે છે. દેશ 2024માં ઉત્તમ વિકલ્પ પસંદ કરશે'