સુરતમાં 'આમ આદમી પાર્ટી'ના ઝાડુની કમાલ: 11 બેઠક પર આગળ

સુરતમાં 'આમ આદમી પાર્ટી'ના ઝાડુની કમાલ: 11 બેઠક પર આગળ
જીતની ખુશી વ્યક્ત કરતા આપ કાર્યકરો.

21મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકાનું ચૂંટણીમાં સૌથી ઓછું 42.51 ટકા મતદાન થયું છે. જામનગર મહાનગરપાલિકામાં સૌથી વધારે 53.64 ટકા મતદાન નોંધાયું છે.

 • Share this:
  સુરત: અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પ્રથમ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. 21મી તારીખના રોજ ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ છે. આજે એટલે કે 23મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યા છે. સવારે 11 વાગ્યાના વલણ પ્રમાણે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 11 ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અનેક પાટીદારોએ આ વખતે કૉંગ્રેસનો સાથ છોડીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું હતું.

  2021માં જામનગરમાં સૌથી વધારે 53.64% મતદાન  21મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકાનું ચૂંટણીમાં સૌથી ઓછું 42.51 ટકા મતદાન થયું છે. જામનગર મહાનગરપાલિકામાં સૌથી વધારે 53.64 ટકા મતદાન નોંધાયું છે.તમામ મહાનગરપાલિકાઓમાં સ્ત્રી મતદારોની ટકાવારી 42.18 ટકા રહી છે, જ્યારે પુરુષ મતદારોની ટકાવારી 48.73 ટકા રહી છે. એટલે કે સ્ત્રી મતદારોની સરખામણીમાં પુરુષ મતદારોની મતદાનની ટકાવારી ખૂબ ઓછી રહી છે. આ સાથે જ યોજાયેલી જૂનાગઢ મહાનગરપાલિકાની બે વોર્ડની પેટા ચૂંટણીમાં 51.85 ટકા મતદાન નોંધાયું છે.

  છ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામના તમામ સમાચાર માટે અહીં ક્લિક કરો

  ક્યાં કેટલું મતદાન

  અમદાવાદ---- 42.51%
  સુરત---------- 45.51%
  વડોદરા------- 47.99%
  જામનગર------ 53.64%
  રાજકોટ------- 50.75%
  ભાવનગર------ 49.79%
  કુલ----------- 45.64%

  આ પણ વાંચો: ભરૂચ: ઝઘડિયા GIDCની યુપીએલ કંપનીમાં પ્રંચડ બ્લાસ્ટ, 40થી વધારે કામદાર ઇજાગ્રસ્ત, 20 કિલોમીટર સુધી અવાજ સંભળાયો

  પુરુષ Vs મહિલા મતદારો

  શહેર--------- પુરુષ--------- સ્ત્રી
  અમદાવાદ---- 45.90%---- 38.80%
  સુરત---------- 47.00%-----42.00%
  વડોદરા------- 51.07%---- 44.76%
  જામનગર----- 57.32%---- 49.78%
  રાજકોટ------- 54.60%---- 46.60%
  ભાવનગર----- 52.84%---- 45.88%
  કુલ----------- 48.73%---- 42.18%

  આ પણ વાંચો: સુરત: મુંબઈ જઈ રહેલી કાર વહેતી કેનાલમાં ખાબકી, પોલીસકર્મીએ જીવના જોખમે ડ્રાઇવરનો જીવ બચાવ્યો

  છ મહાનગરપાલિકામાં મતદાન યોજાયું

  શહેર--------- વોર્ડ---------- બેઠક
  અમદાવાદ---- 48----------- 192
  સુરત---------- 30----------- 120
  વડોદરા------- 19----------- 76
  જામનગર ----- 16----------- 64
  રાજકોટ------- 18----------- 72
  ભાવનગર----- 13----------- 52
  કુલ----------- 144----------- 576
  Published by:Vinod Zankhaliya
  First published:February 23, 2021, 11:06 am

  ટૉપ ન્યૂઝ