દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : માંડવીમાં છ કલાકમાં સાત ઇંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : માંડવીમાં છ કલાકમાં સાત ઇંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ.

સતત પડતા ભારે વરસાદને કારણે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના તાલુકાઓ જળબંબાકાર બન્યા છે.  

  • Share this:
સુરત : દક્ષિણ ગુજરાત (South Gujarat Rain)ને ગયા અઠવાડિયાથી ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદથી કેટલાક વિસ્તારો અને ગામડાઓમાં પાણી ફરી વળ્યા હતા. લોકોનું જનજીવન ભારે પ્રભાવિત બન્યું હતું. રવિવારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો જેનાથી તંત્રણે રહાતનો શ્વાસ લીધો હતો. જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આ વચ્ચે ગઇકાલે રાતથી ફરી તોફાની વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાત દિવસ દરમિયાન વઘઈમાં વધુ ચાર, વાસદામાં પોણા ચાર, ડોલવણમાં સાડા ત્રણ, વાલોડમાં ત્રણ, મહુવામાં પોણા ત્રણ ઈંચ પડ્યો હતો. માંડવી (Mandavi Taluka)માં સવારે આભ ફાટ્યું હોય તેમ174 મી.મી એટલે કે સાત ઈંચ વરસાદ પડ્યો હતો.

સતત પડતા ભારે વરસાદને કારણે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના તાલુકાઓ જળબંબાકાર બન્યા છે.  કેટલાક ગામડા, સોસાયટીઓ, ખેતરમાં ભારે પાણી ભરાય જવાને કારણે લોકોનું જનજીવન ભારે પ્રભાવિત બન્યું છે. લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદ પડવાનું આજે પણ યથાવત રહ્યું છે. ગઈકાલે રવિવારે આખો દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહત અનુભવી હતી અને ભરાયેલા પાણી ધીરેધીરે ઉતરવાની શરુઆત થઈ હતી. દરમિયાન ગઈકાલે રાત્રે ફરીથી મેઘરાજાાએ તેની તોફાની બેટિંગ શરુ કરી તમામ તાલુકાઓને ફરી જળબંબાકાર કર્યા હતાં.



આ પણ વાંચો : પોરબંદર : પુત્ર બાદ સાંસદ રમેશ ધડુક અને તેમની પુત્રવધૂનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

17 તારીકે સવારે છ વાગ્યા પૂરા થતા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પડેલો વરસાદ

સુરત જિલ્લો

બારડોલી---- 48 મી.મી.
ચોર્યાસી ---- 50 મી.મી.
કામરેજ---- 6 મી.મી.
મહુવા ---- 98 મી.મી.
માંડવી---- 23 મી.મી.
માંગરોળ---- 20 મી.મી.
ઓલપાડ ---- 8 મી.મી.
પલસાણા---- 53 મી.મી.
સુરત સીટી---- 19 મી.મી.
ઉમરપાડા---- 20 મી.મી.

નવસારી જિલ્લો

નવસારી---- 88 મી.મી.
ખેરગામ---- 18 મી.મી.
ગણદેવી---- 37 મી.મી.
ચીખલી---- 28 મી.મી.
જલાલપોર---- 69 મી.મી.
વાસદા---- 32 મી.મી.

વલસાડ જિલ્લો

ઉમરગામ---- 8 મી.મી.
કપરાડા ---- 21 મી.મી.
ધરમપુર ---- 95 મી.મી.
પારડી---- 8 મી.મી.
વલસાડ---- 21 મી.મી

આ પણ વાંચો : 'આ મુસ્લિમ દેશ છે,' બહેરીનમાં બુરખાધારી મહિલાએ ગણેશ ભગવાનની મૂર્તિઓ તોડી

તાપી જિલ્લો

ઉચ્છલ---- 15 મી.મી.
કુકરમુંડા ---- 12 મી.મી.
ડોલવણ---- 28 મી.મી.
નિઝર ---- 2 મી.મી.
વ્યારા---- 84 મી.મી.
વાલોડ---- 127 મી.મી.
સોનગઢ ---- 30 મી.મી.

ડાંગ જિલ્લો

આહવા---- 20 મી.મી.
વઘઈ---- 25 મી.મી.
સુબીર---- 71 મી.મી.
સાપુતારા---- 30 મી.મી

આ પણ વાંચો : મલેશિયામાં મળ્યો નવો કોરોના વાયરસ, 10 ગણો વધારે જીવલેણ

સોમવારે સવારે 6થી 10 વાગ્યા સુધી પડેલો વરસાદ

વઘઈ---- 94 મી.મી.
ધમરપુર---- 40 મી.મી.
વાસદા---- 89 મી.મી.
નવસારી---- 46 મી.મી.
બારડોલી ---- 45 મી.મી.
કામરેજ---- 38 મ.મી.
પલાસણા---- 40 મી.મી.
ડોલવણ ---- 82 મી.મી.
વાલોડ ---- 73 મી.મી.
માંડવી ---- 58 મી.મી. (10થી 12 વાગ્યા સુધી વધુ 116.મી.મી.)
Published by:Vinod Zankhaliya
First published:August 17, 2020, 17:25 pm

ટૉપ ન્યૂઝ