સુરત: ખાનગી શાળાના શિક્ષકોએ વાલીને ફોન કરી ભાજપને મત આવતા કહેતા વિવાદ, ઓડિયો વાયરલ

સુરત: ખાનગી શાળાના શિક્ષકોએ વાલીને ફોન કરી ભાજપને મત આવતા કહેતા વિવાદ, ઓડિયો વાયરલ
શિક્ષકો અને વાલી વચ્ચેની વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થયો.

સુરતમાં ચૂંટણી પ્રચારને લઈને એક ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતમાં ભાજપ દ્વારા ઉમેદવારના પ્રચારને લઇ આ વિવાદ સામે આવ્યો છે.

  • Share this:
સુરત: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body polls)ની મોસમ ચાલી રહી છે. આ દરમિયાન સુરતમાં એક વાયરલ થયેલી ઓડિયો ક્લિપ (Audio clip)ને લઈ ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ડોર ટૂ ડોર પ્રચાર (Door to door campaign) ચાલી રહ્યો છે. આ દરમિયાન સુરતની એક ખાનગી શાળા (Private school)ના શિક્ષકોએ બાળકોના વાલીઓને ફોન કરી ભાજપને મત આપવા માટેનું કહેતા વાલીએ શિક્ષકોને આડે હાથ લીધા હતા. આ અંગેની કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. વાલી સ્કૂલના બાળકોના ડેટાનો ઉપયોગ ખાનગી ઉપયોગ માટે કરી રહ્યાનો આક્ષેપ લગાવે છે. ન્યૂઝ18 ગુજરાતી આ ઓડિયોની કોઈ પુષ્ટિ નથી કરતું.

સુરતમાં ચૂંટણી પ્રચારને લઈને એક ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતમાં ભાજપ દ્વારા ઉમેદવારના પ્રચારને લઇ આ વિવાદ સામે આવ્યો છે. જેમાં ખાનગી શાળાના શિક્ષકો દ્વારા બાળકોના વાલીઓને ફોન કરીને ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે જાણકારી આપવામાં આવી રહી છે.આ પણ વાંચો: સુરત: ધારાસભ્યને માસ્ક કેમ નથી પહેર્યું તેવો સવાલ પૂછનાર યુવકને જેલમાં જવું પડ્યું!

આ દરમિયાન બાળકના વાલીએ શિક્ષકોને આડે હાથે લીધા હતા. વાલીએ કહ્યું હતું કે, તેઓ દ્વારા શાળાને આપવામાં આવેલી બાળકોની વિગતો ખાનગી છે. જેમનો તેઓ ખોટો ઉપયોગ કરી રહ્યા છે. સાથે જ તેઓએ શિક્ષકને આડે હાથે લઇ જણાવ્યું હતું કે ભાજપ સરકાર બાળકોના એજ્યુકેશન માટે શું કરી રહી છે? તેની સામે આમ આદમી પાર્ટી બાળકોના શિક્ષણ માટે સરકારી શાળાઓ ઊભી કરી રહી છે. શિક્ષકો સામે રોષ પ્રગટ કરતા વાલીએ વધુમાં જણાવ્યું હતું કે, તમે ભાજપનો પ્રચાર કરો છો તો સાથે અન્ય રાજકીય પાર્ટીનો પણ પ્રચાર કરો.

આ પણ વાંચો: 'હિતેન્દ્ર મારા મરવાનું કારણ,' સાથળ પર સુસાઇડ નોટ લખીને ડૉક્ટર પત્નીનો આપઘાત 

ઉલ્લેખનીય છે કે કોરોના દરમિયાન બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવતો હતો. આ દરમિયાન તમામ બાળકોના વાલીઓના નંબરો સ્કૂલોને આપવામાં આવ્યા હતા. આ નંબરોનો સ્કૂલો દૂરુપયોગ કરી રહી હોવાનો આક્ષેપ વાલીએ લગાવ્યો હતો.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની જાહેરાત

ગત 23 જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચ તરફથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જે પ્રમાણે રાજ્યની 6 મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:February 11, 2021, 15:47 pm

ટૉપ ન્યૂઝ