સુરતના ડાયમંડ વર્કર યુનિયને ભાજપને હરાવવાનો તખ્તો કર્યો તૈયાર! કેમ છે નારાજગી?

સુરતના ડાયમંડ વર્કર યુનિયને ભાજપને હરાવવાનો તખ્તો કર્યો તૈયાર! કેમ છે નારાજગી?
ડાયમંડ વર્કર નારાજ

બેરોજગારી અને આર્થિક તંગી તથા શોષણ અત્યાચાર અને ઓછા પગારમાં વધુ કામ કરાવવામાં આવી રહ્યું છે. હીરાને ચમકાવવાની લાયમાં રત્નકલાકારો અને તેમના પરિવારનું ભવિષ્ય અંધકારમય બની ગયું

  • Share this:
સુરત : શહેરના ડાયમંડ વર્કર યુનિયન ભાજપ સામે પડ્યું છે. ભાજપને મત ન આપવાની અપીલ કરી છે. રત્ન કલાકારો ઉપર વ્યવસાય વેરો નાખ્યો છે. વ્યવસાય વેરા અનેક રજૂઆતો છતાં નાબૂદ કરવામાં આવ્યો નથી. લોકડાઉન બાદ રત્ન કલાકારો પાયમાલ થયા છે. રત્ન કલાકારોને સરકારે લોકડાઉન અને અનલોકમાં મદદ ન કરી હતી. મદદ ન મળતા રત્ન કલાકારો નારાજ થયા છે. ડાયમંડ વર્કર યુનિયને રત્ન કલાકારોને અપીલ કરી છે.

કોરોના સંક્રમણ દરમિયાન સુરતમાં અને ગુજરાતમાં કામ કરતા 15 લાખથી વધુ રત્નકલાકારો અને તેમના પરિવારોને રાહત પેકેજ નહીં આપવા અને વ્યવસાયવેરો રદ કરવાની માંગણી નહીં સ્વીકારનાર રાજ્ય સરકારના વિરોધમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને ઝુંબેશ શરૂ કરી છે. યુનિયન દ્વારા રત્નકલાકારોને લાગણીશીલ પત્ર લખી સત્તા પક્ષને સબખ શીખવવા અપીલ કરી છે.આ પણ વાંચો - સુરત : 'મને મારી ભૂલ સમજાઈ ગઈ છે', પત્નીને પતિ પર બીજી વકત ભરોસો કરવો ભારે પડી ગયો

કોરોનાના કાળ દરમિયાન દરેક સામાન્ય વ્યક્તિ હેરાન થયા હતા. કોરોનાના કારણે ધંધાઓ બંધ હોવાના કારણે ઘણી મુશ્કેલીઓ પડી હતી. તેવું જ સુરતના રત્નકલાકારો સાથે થયું હતું. લોકોડાઉન હોય કે અનલોક રત્નકલાકારોને સરકાર દ્વારા કોઈ મદદ કરવામાં આવી નહોતી જેના કારણે રત્નકલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના લીધે રત્નકલાકારો ભાજપને મત ન આપવાની અપીલ કરી રહ્યા છે.

આ પણ વાંચો - સુરત : પતિ-પત્નીનો પ્રેમ! વતનથી આવ્યા પત્નીના આપઘાતના સમાચાર, 2 કલાકમાં જ પતિએ આપઘાત કરી લીધો

ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ ઝીલરીયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, હીરાઉધોગમાં કામ કરતા કામદારો એટલે રત્નકલાકારો છેલ્લા ઘણા સમયથી પાયમાલ થઈ રહ્યા છે. બેરોજગારી અને આર્થિક તંગી તથા શોષણ અત્યાચાર અને ઓછા પગારમાં વધુ કામ કરાવવામાં આવી રહ્યું છે. હીરાને ચમકાવવાની લાયમાં રત્નકલાકારો અને તેમના પરિવારનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. ત્યારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રત્નકલાકારો સત્તા પક્ષને મત નહીં આપી તેમની લાગણીનો પડઘો પાડે તેવી લાગણી રત્નકલાકારોમાંથી ઊભી થઇ છે. વૈશ્વિક મહામારી કોરોનાવાયરસના કારણે જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું તેમાં અમારા રત્નકલાકારો ભારે આર્થિક સંકટમાં આવી ગયા હતા. તેમ છતાં સરકારે રત્નકલાકારોને કોઈ જ મદદ કરી ન હતી. તેના બદલે સરકારે ઉદ્યોગકારોને વ્યાપક મદદ કરી હતી.
Published by:kiran mehta
First published:February 18, 2021, 20:52 pm

ટૉપ ન્યૂઝ