સુરત સહિત રાજ્યમાં પાન મસાલાનાં વેપારીઓની 1.96 કરોડની કર ચોરી ઝડપાઇ


Updated: June 4, 2020, 10:41 AM IST
સુરત સહિત રાજ્યમાં પાન મસાલાનાં વેપારીઓની 1.96 કરોડની કર ચોરી ઝડપાઇ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
સુરત : કોરોના વાયરસના લૉકડાઉન વચ્ચે છૂટછાટ મળતાની સાથે કાળાબજારી કરીને કમાણી કરનાર રાજ્યના વિવિધ શહેરોમાં પાન-મસાલા તથા તમાકુના વેપાર સાથે સંકળાયેલા કુલ 37 વેપારીઓના 57 જેટલા સ્થળો પર સ્ટેટ જીએસટી વિભાગે  હાથ ધરેલી  તપાસમાં કુલ રૃ.1.96 કરોડની કરચોરી ઝડપી પાડી પાડી છે. આ તમામ વેપારી વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે

કોરોના વાયરસની વચ્ચે લૉકડાઉણ હોવાને કારણે સતત પાન મસાલાનું કાળા બજાર કરીને વેપારી ધૂમ રૂપિયા કમાયા છે. ત્યારે લોકડાઉમાં છૂટછાટ મળતાની સાથે સ્ટેટ  જીએસટી વિભાગની ટીમે  રાજ્યના વિવિધ શહેરોમાં પાન મસાલા તથા તમાકુના વેપાર સાથે સંકળાયેલા અલગ અલગ 37 જેટલા ડિલર વેપારીઓના 57 જેટલા ધંધાકીય સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. સ્ટેટ જીએસટી વિભાગની ટીમે દક્ષિણ ગુજરાતના વાપીના ગજાનંદ ડીસ્ટ્રીબ્યુટર્સ તથા સુરતના બે કમલેશ એન્ટરપ્રાઈઝ તથા કંચનલાલ લલ્લુભાઈ એન્ડ સન્સના ધંધાકીય સ્થળોને સકંજામાં લીધા હતા.

આ પણ વાંચો - અમદાવાદ: નેટ-મોબાઈલ બેન્કિંગ ચાલુ ન થતા વિફરેલા ખાતા ધારક બેંકનું CPU જ લઈને જતા રહ્યા


જ્યારે અમદાવાદના 13, નડીયાદના ત્રણ, વડોદરાના પાંચ,રાજકોટના ત્રણ, સુરેન્દ્રનગરના બે તથા સિધ્ધપુર, ડીસા,પાલનપુર, કલોલ, ભાવનગર, જામનગર, ગોધરા, મોરબી, ભીલોડાના એક વેપારી મળી કુલ 37 વેપારીઓના 57 સ્થળો પરથી હિસાબી દસ્તાવેજો કબજે કરી તપાસ હાથ ધરી હતી. જેમાં જીએસટી ટીમને તપાસ દરમિયાન  હાજર સ્ટોક, વેચાણ સ્ટોક તથા ખરીદ સ્ટોકને લગતાં જથ્થાના તથા હિસાબી દસ્તાવેજોના વેરીફિકેશન બાદ મોટા પ્રમાણ કર ચોરી કરવામાં આવી હોવાની વિગત સામે આવતા આ તમામ વેપારી દ્વારા રૂપિયા 1.96 કરોડની ચોરી કર્યાની વિગત સામે આવતા સ્ટેટ જીએસટી દ્વારા આ તમામ વેપારી પાસે કરચોરી વસૂલી કરવા સાથે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ - 
First published: June 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading