Home /News /south-gujarat /

'હેલ્મટ અને સીટ બેલ્ટની ઝુંબેશ તાત્કાલિક બંધ કરાવો,' ભાજપના પૂર્વ મંત્રીનો ગૃહ રાજ્ય મંત્રીને પત્ર

'હેલ્મટ અને સીટ બેલ્ટની ઝુંબેશ તાત્કાલિક બંધ કરાવો,' ભાજપના પૂર્વ મંત્રીનો ગૃહ રાજ્ય મંત્રીને પત્ર

ટ્રાફિક ડ્રાઇવ રોકવા પત્ર.

Helmet and Seat Belt drive: બીજેપી નેતા કુમાર કાનાણીએ પત્ર લખીને તાત્કાલિક હેલ્મટ અને સીટ બેલ્ટ ઝુંબેશ બંધ કરવાની માંગણી કરી. પોલીસ બેફામા રીતે પૈસાની ઊઘરાણી કરતી હોવાનો પણ આક્ષેપ.

    સુરત: હાલમાં આખા રાજ્યમાં પોલીસ તરફથી ટ્રાફિકના નિયમો (Traffic rules)ને લઈને ખાસ ડ્રાઈવ ચાલી રહી છે. જે અંતર્ગત હેલ્મટ (Helmet fine) ન પહેરનારા અને સીટ બેલ્ટ (Seat belt fine) ન બાંધનારા વાહન ચાલકોને દંડવામાં આવી રહ્યા છે. આ મામલે હવે ભાજપના જ એક પૂર્વ મંત્રીએ વિરોધ નોંધાવ્યો છે. સુરતના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિશોર કાનાણી (Kishor Kanani) (કુમાર)એ આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)ને એક પત્ર લખ્યો છે. કિશોર કાનાણીએ પત્ર લખીને ટ્રાફિક પોલીસની આ ડ્રાઇવ બંધ કરવાની માંગણી કરી છે. આ મામલે સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુભાઈ વાઘાણી (Jitubhai Vaghani)એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, પત્ર લખનાર અમારા નેતા છે. આ મામલે હર્ષ સંઘવી તરફથી તેમની સાથે વાતચીત કરીને જો કોઈ નિર્ણય લેવાનો થતો હશે તો લેવામાં આવશે.

    કિશોર કાનાણીનો પત્ર

    કિશોર કાનાણીએ 8મી માર્ચના રોજ હર્ષ સંઘવીને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, "તારીખ 6 માર્ચથી 15મી માર્ચ સુધી હેલ્મટ અને સીટ બેલ્ટની ઝુંબેશ ચલાવવા માટે ગૃહ વિભાગે પરિપત્ર કર્યો છે. કોવિડ-19ની સ્થિતિ હાલમાં જ કાબૂમાં આવી છે. સામાન્ય પ્રજા તાજેતરમાં જ બંધનમાંથી મુક્ત થઈ છે. સામાન્ય લોકો માટે હેલ્મેટ અને સીટ બેલ્ટનો દંડ ભરવો ખૂબ જ મુશ્કેલ છે. શહેરી વિસ્તારમાં પોલીસને ટોળે ટોળાં ઊભા રહીને પૈસાની બેફામ ઊઘરાણી કરે છે. પોલીસની હેરાનગતિ પણ વધી છે. આથી પ્રજાના સહયોગ માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ ડ્રાઇવ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી મારી ભલામણ છે."

    ટ્રાફિક ડ્રાઇવ

    ઉલ્લેખનીય છે કે 6ઠ્ઠી માર્ચથી સમગ્ર રાજ્યમાં પોલીસ (Gujarat Police) તરફથી ટ્રાફિકના નિયમોની સુયોગ્ય અમલવારી માટે ખાસ ડ્રાઇવ (Traffic drive) શરૂ કરવામાં આવી છે. આ વિશેષ ડ્રાઇવ 15મી માર્ચ સુધી ચાલશે. આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને દંડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને હેલ્મેટ પહેર્યાં વગર ટુ-વ્હીલર ચલાવનારા અને સીટ બેલ્ટ બાંધ્યા વગર ફોર વ્હીલર ચલાવતા વાહન ચાલકોને દંડવામાં આવી રહ્યા છે. આ ડ્રાઇવ દરમિયાન વિવિધ શહેરમાં પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ વધી રહ્યા છે.



    વધારેમાં વધારે કેસ કરવાની સુચના

    આ વિશેષ ડ્રાઇવ આખા ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે. જે અન્વયે પોલીસને એવી સૂચના આપવામાં આવી છે કે હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમનો ભંગ કરવાના વધુમાં વધુ કેસમાં કરવામાં આવે.



    આ મામલે પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના તરફથી કેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો, કેટલા કેસ કરાયા તેની માહિતી બીજા દિવસે સવારે આઠ વાગ્યા સુધી મોકલી આપવાનો આદેશ કરાયો છે.

    કોરોનામાં આપવામાં આવી હતી રાહત

    ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાની ત્રણેય લહેર દરમિયાન પોલીસ તરફથી મોટાભાગે હેલ્મેટ કે અન્ય કોઈ ટ્રાફિક નિયમ ભંગના દંડ કરવામાં આવતા ન હતા. આ દરમિયાન માસ્ક ન પહેર્યું હોય તેમને જ દંડ ફટકારવામાં આવતો હતો. ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર સમાપ્તીના આરે છે ત્યારે ફરીથી ટ્રાફિકના નિયમો અંગે કડક થવાની પોલીસને સૂચના આપી દેવામાં આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat police, Helmet, આરટીઓ, ટ્રાફિક પોલીસ

    આગામી સમાચાર