દક્ષિણ ગુજરાતની 35 બેઠકો ઉપર ચૂંટણી લડેલા ઉમેદવારોની હાર કે જીતનો નિર્ણય આજે થશે. સુરત જિલ્લાની શહેરી બેઠકો ઉપર 13 પર બીજેપી આગળ છે જો કે જિલ્લામાં કુલ 16 બેઠકો છે. વર્ષ 2012ની ચૂંટણી વખતે ભાજપે અહીં 15 બેઠકો પર ભગવો લહેરાવ્યો હતો.
સવારે આઠ કલાકે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ચૂંટણી લડેલા મુખ્ય પક્ષના ઉમેદવારો જીતનો જશ્ન મનાવવા ઢોલ-નગારા,ડીજે અને સમર્થકો સાથે મતગણતરી હોલની બહાર ઊમટી પડશે.
સુરત શહેર અને જિલ્લાની કુલ 16 બેઠકો પૈકી સિટીની પાંચ બેઠકો વરાછા, કામરેજ,સુરત ઉત્તર,સુરત પૂર્વ અને લિંબાયત વિધાનસભા જાહેર થનારા પરિણામો પર સૌની નજર છે. આ પાંચ પૈકી 3 બેઠકો ઉપર પાટીદાર ફેક્ટરની અસર પણ જોવા જેવી બની રહેશે.
સુરતના કારંજ વિસ્તારમાં ભાજપના પ્રવિણભાઈ ઘોઘારીનો વિજય.
સુરતની કારંજ વિધાનસભામાં બેઠક પર કાઉન્ટિંગ અટકાવાયું, ખોટી તારીખ નીકળતા એક મશીનનું કાઉન્ટીગ અટકાવાયું