Home /News /south-gujarat /

સુરત જિલ્લાના 40.28 લાખ મતદારો માટે 4397 બુથ પર 30,000 કર્મચારી સ્ટેન્ડબાય

સુરત જિલ્લાના 40.28 લાખ મતદારો માટે 4397 બુથ પર 30,000 કર્મચારી સ્ટેન્ડબાય

ગુજરાત વિધાનસભાન ઈલેક્શનને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘમાસણ જામ્યું છે. આ વખતે પરિબળો બદલાતા કોંગ્રેસને સત્તા મળે તેવી આશા બંધાણી છે, તો બીજી બાજુ ભાજપ પોતાની સત્તાને જાળવી રાખવા માટે એડીચોટીનો જોર લગાવી રહી છે. પ્રથમ તબક્કાના ઈલેક્શનમાં સુરજ જિલ્લામાં વોટિંગની શરૂઆત વહેલી સવારથી ગઈ હતી. સુરતમાં પહેલા એક કલાકમાં 7 ટકા વોટિંગ થઈ ગયું હતું.

સુરત જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં 40.28 લાખ મતદારો છે. સરળ રીતે વોટિંગ થઈ શકે તે માટે જિલ્લાભરમાં 4397 બુથો પર 30,000 કર્મચારીઓને ઉભા પગે રાખવામાં આવ્યા છે. તે ઉપરાંત કોઈ અણબનાવ ના બને તે માટે 7500થી વધારે પોલીસ જવાનોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

1731 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 4397 બુથો ઉભા કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં 21.86 લાખ પુરૂષ વોટર્સ છે, જ્યારે 18.41 લાખ મહિલા મતદારો છે. જ્યારે 73 થર્ડ જેન્ડર મતદારો છે. 1617 દિવ્યાંગ મતદારો છે. સુરત જિલ્લામાં આ વખતની ઈલેક્શન ચૂંટણીમાં 88000 મતદારો પ્રથમ મતાધિકારીનો પ્રયોગ કરવા જઈ રહ્યાં છે. તેવામાં યુવા મતદારો ભાજપને ફાયદો પહોંચાડશે કે કોંગ્રેસને તે તો આવનાર સમય જ બતાવશે.

તે ઉપરાંત સુરતમાં 2211 સંવેદનશીલ મતદાન મથકો છે. 631 મતદારો 100 વર્ષથી વધારે ઉમરના છે. સુરતના 483 મતદાન મથકો પર વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. વિડિયો રેકોર્ડિંગ કરતી જી સ્વાંગ સેવાઓ ખોરવાઈ ગઈ છે, તેથી કેટલીક સંવેદનશીલ મતદાર મથકો પર તેની માઠી અસર પડી શકે છે.

સુરતના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો
First published:

Tags: Assembly election 2017, Gujarat Electioin 2017, સુરત

આગામી સમાચાર