સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો: સારવાર માટે ખસેડાયાના પાંચ જ કલાકમાં મોત

સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો: સારવાર માટે ખસેડાયાના પાંચ જ કલાકમાં મોત
પાંચ કલાકની સારવારમાં જ ધ્રુવનું નિધન.

ધ્રુવના પરિવારના કહેવા પ્રમાણે રવિવાર બપોર સુધી તેનો કોઈ તકલીફ ન હતી, અચાનક શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ટેસ્ટ કરાવતા કોરોના હોવાનું માલુમ થયું. સારવાર માટે ખસેડાયાના પાંચ જ કલાકમાં મોત થયું.

 • Share this:
  સુરત: કોરોનાની બીજી લહેર (Coronavirus second wave) દેશમાં ખરેખર ખતરનાક સાબિત થઈ રહી છે. આ લહેર કોઈની નથી છોડી રહી. પહેલી લહેરમાં મોટાભાગના કેસમાં બાળકો પોઝિટિવ થતા ન હતા. તેમજ જો કોઈ પોઝિટિવ થાય તો મોતનું પ્રમાણે નહિવત હતું, પરંતુ બીજી લહેરમાં કોરોના વધારે ઘાતક બની રહ્યો છે. સુરત (Surat)માં આવો જ એક કેસ સામે આવ્યો છે. જેમાં 13 વર્ષના બાળકનું કોરોનાથી નિધન થયું છે. રાજ્યમાં હાલ કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે આ કેસ ખરેખર ચોંકાવનારો છે. સાથે તમામ માટે એક સંદેશ પણ છે કે જો હજુ નહીં ચેતીએ તો ખૂબ મોડું થઈ જશે.

  સુરતમાં 13 વર્ષના બાળકનું મોત  સુરત, અમદાવાદ અને વડોદરામાં સિવિલ હૉસ્પિટલોમાં નાના બાળકો પણ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. સુરત ખાતે મોટા વરાછાના બાળકનું કોરોનાથી સાચી હૉસ્પિટલ ખાતે મોત થયું છે. નવાઈની વાત તો એ છે કે આ બાળકમાં કોરોનાના કોઈ લક્ષણો ન હતા. બાળકનું સારવાર માટે દાખલ થયાના થોડા જ કલાકોમાં નિધન થયું હતું.

  આ પણ વાંચો: અમેરિકાના વૈજ્ઞાનિકની ચેતવણી- 'આગામી બે અઠવાડિયામાં કોરોના હાહાકાર મચાવશે'

  મોટા વરાછા ખાતે રહેતા અને એમ્બ્રોઈડરીનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટનું કહેવું છે કે તેમનો 13 વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી એકદમ સાજો હતો. બીજી ખાસ વાત એ હતી કે ધ્રુવને કોરોનાના કોઈ જ લક્ષણો ન હતા. એટલે કે તે સાવ સામાન્ય હતો. પરંતુ રવિવારે અચાનક તેની તબિયત બગડી હતી. ધ્રુવને એકાએક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. જે બાદમાં તેનો એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યા બાદ તેનો તાત્કાલિક સાચી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અહીં તેની સારવાર ચાલી રહી હતી પરંતુ સારવારના પાંચ જ કલાકમાં ધ્રુવનું નિધન થયું હતું.

  આ પણ વાંચો: બેંકોએ એટીએમમાંથી નીકળતી ફાટેલી નોટ બદલાવી આપવી જ પડશે, નહીં તો લાગશે દંડ- જાણો નિયમ

  હસતા રમતા દીકરાનું પાંચ જ કલાકમાં નિધન થતાં પરિવાર ભાંગી પડ્યો હતો. ધ્રુવના પિતાએ જણાવ્યું હતું કે, અમે સારવાર માટે લઈ ગયાના પાંચ જ કલાકમાં દીકરાનું નિધન થયું હતું. બીજી તરફ એવી પણ માહિત મળી છે કે ધ્રુવના શરીરમાં પ્રોટિન ન બનતું હોવાની સમસ્યા હતી. જેની સારવાર પણ ચાલી રહી હતી. આ જ દરમિયાન બાળક કોરોનાની ઝપટમાં ચડી જતાં તેનું ટૂંકી સારવાર દરમિયાન નિધન થયું હતું. નવાઈ કે ચોંકાવનારી વાત તો એ છે કે હસતા રમતા ધ્રુવને રવિવારે જ્યારે દાખલ કરવામાં આવ્યો ત્યારે તેને સીધો વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો: નણંદે ગર્ભવતી ભાભીના પેટમાં લાત મારી, ગોળી આપી કહ્યું- 'ગર્ભપાત કરાવી લે'

  સુરતમાં 24 કલાકમાં જ 788 કેસ

  સોમવારે સુરતમાં વધુ 788 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં માં 603, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 185 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 68,653 પર પહોંચી છે. સોમવારે 07 લોકોનાં કોરોનાથી મોત થયા હતા. આ સાથે સુરતનો મૃત્યાંક 1,203 પર પહોંચ્યો છે. બીજી તરફ સોમવારે 678 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

  આ પણ વાંચો: અમરેલી: BJP કાર્યકરોને માર મારવાના આરોપસર IPS અધિકારી અભય સોનાની બદલી

  રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 3,160 નવા કેસ

  રાજ્યમાં કોરોના વાઇરસ (Coronavirus cases in Gujarat)ની સ્થિતિ વિકટ થતી જઈ રહી છે. રસીકરણની તેજ રફતાર વચ્ચે પણ સોમવારે 3,160 નવા કેસ નોંધાયા છે. નવો સ્ટ્રેઇન બૂલેટ ગતિએ વધી રહ્યો છે અને એક પછી એક શહેરોમાં દવાખાના ખાટલાઓ હાઉસફૂલ થઈ રહ્યા છે. સોમવારે રાજ્યમાં 15 દર્દીઓનાં દુઃખદ નિધન થયા છે. આ બધાની વચ્ચે કુલ 2,028 દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે.

  અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 781, સુરતમાં 788, રાજકોટમાં 311, વડોદરામાં 330, મહેસાણામાં 88, જામનગરમાં 124, પાટણમાં 65, ભાવનગરમાં 79, ગાંધીનગરમાં 72, મોરબીમાં 33, ભરૂચમાં 32, ખેડામાં 32, દાહોદમાં 31, કચ્છ, નર્મદામાં 30-30, આણંદમાં 25 કેસ નોંધાયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:April 06, 2021, 07:40 am

  ટૉપ ન્યૂઝ