સુરતમાં ગુજરાત બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ-2019નો પ્રારંભ

News18 Gujarati
Updated: November 22, 2019, 8:35 PM IST
સુરતમાં ગુજરાત બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ-2019નો પ્રારંભ
સુરતમાં ગુજરાત બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ-2019નો પ્રારંભ

આ ટુર્નામેન્ટ સુરતના એસવીએનઆઇટી કેમ્પસમાં યોજાઇ રહી છે

  • Share this:
સુરત : સુરત શહેરમાં આજથી ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. આ ટૂર્નામેન્ટમાં રાજયના વિવિધ શહેરોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટ સુરતના એસવીએનઆઇટી કેમ્પસમાં યોજાઇ રહી છે. ત્રણ દિવસ સુધી ખેલાડીઓ પોતાની ગેમનું શાનદાર પ્રદર્શન કરશે.

22 થી 24મી સુધી ચાલનારી સ્પર્ધાને ખુલ્લી મુકતાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યનું યુવાધન રમતગમત ક્ષેત્રમાં દેશ અને દુનિયામાં યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લેવાની સાથે મેડલો જીતી આગવી છાપ ઊભી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના રમતગમત કૌશલ્યને ઉજાગર કરવા તેમજ ખેલમહાકુંભમાં સ્પર્ધકોની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે 40 કરોડ રુપિયાથી વધુના ઈનામો એનાયત કર્યા છે. તેમણે ડાયમંડ અને ટેક્સટાઇલ ક્ષેત્રમાં વિશ્વભરમાં ચમકી રહેલુ સુરત બાસ્કેટબોલમાં પણ ઝળહળતી સિદ્ધિઓ હાંસલ કરે તેવી આકાંક્ષા વ્યક્ત કરી હતી. બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા ઉત્સુક તમામ યુવા ખેલાડીઓને આવકારી તેમની ઉત્તરોત્તર પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ પણ વાંચો - સુરત : કુદરતી હાજતે ગયેલા યુવક પર લૂંટારૂંનો ચપ્પુની અણીએ હુમલો, યુવકની 3 આંગળી કપાઈ!

બાસ્કેટબોલ રમતમાં સુરતના ઉભરતા ખેલાડીઓને બાસ્કેટબોલ ચેમ્પિયનશિપરૂપે પ્લેટફોર્મ આપવા બદલ સુરત ડિસ્ટ્રીકટ બાસ્કેટબોલ એસોસિએશનને અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય આર.પાટિલ, ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશના જનરલ સેક્રેટરી શફિકભાઈ શેખ, ભાજપ આગેવાન સંદિપ દેસાઈ, એસ.વી.એન.આઈ.ટી.ના ડીન પ્રધાન, જિલ્લા રમતગમત અધિકારી દિનેશભાઈ કદમ તેમજ યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
First published: November 22, 2019, 8:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading