કમલેશ તિવારી હત્યાકાંડમાં સુરતમાં રહેતા વધુ એક આરોપીની UPમાંથી ધરપકડ

News18 Gujarati
Updated: November 2, 2019, 3:37 PM IST
કમલેશ તિવારી હત્યાકાંડમાં સુરતમાં રહેતા વધુ એક આરોપીની UPમાંથી ધરપકડ
યુસુફ ખાન

આ અંગે ઉત્તરપ્રદેશ એટીએસે જણાવ્યું કે, 18 ઓક્ટોબરે બે આરોપીઓએ કમલેશ તિવારીની હત્યા કરી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : લખનઉમાં હિંદુ સમાજ પાર્ટીનાં (Hindu Samaj Party) નેતા કમલેશ તિવારીની (Kamlesh Tiwari) હત્યા મામલે વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ એટીએસે (UP ATS) ગુજરાત એટીએસની (Gujarat ATS) સાથે મળીને કાનપુરથી (Kanpur)  યુસુફ ખાન (Yusuf khan) નામના વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.

યુસુફે આરોપીને પિસ્તોલ આપી હતી 

યુસુફ ખાન વિરુદ્ધ આરોપ છે કે તેણે કમલેશ તિવારીનાં હત્યારાઓને પિસ્તોલ પહોંચાડી હતી. કમલેશ તિવારીનાં હત્યારાઓને પિસ્તોલ આપનાર આરોપી યુસુફ ખાન મૂળરૂપે યુપીનાં ફતેહપુરાનો રહેવાસી છે. આ છેલ્લા કેટલાક સમયથી સુરતમાં રહેતો હતો. તેને ગઇકાલે એટલે કે શુક્રવારે સાંજે 6 કલાકે કાનપુરનાં ઘંટાઘર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.

બે આરોપીઓ જેલમાં બંધ

આ અંગે ઉત્તરપ્રદેશ એટીએસે જણાવ્યું કે, 18 ઓક્ટોબરે બે આરોપીઓએ કમલેશ તિવારીની હત્યા કરી હતી. મુખ્ય આરોપી અશફાક અને મોઇનુદ્દીન ઉર્ફ ફરીદ પઠાણની આ મામલામાં ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તેઓ જેલમાં બંધ છે.

આ પણ વાંચો : કમલેશ તિવારી હત્યા કેસ : UP પોલીસે સુરતમાં ફરસાણની દુકાનમાં તપાસ કરીજાણો આખો મામલો

ગુજરાત એટીએસે હત્યાનું કાવતરૂ ઘડનારા સુરતના ઉમરવાડા લીંબાયતમાં રહેતા રશીદ ખુરશીદ પઠાણ (30), મોસીન શેખ (28) અને શહેજાન મેમ્બર (22)ની તેમના ઘરેથી 19 ઓક્ટોબરના રોજ સવારે ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે ત્રણ મોબાઈલ કબજે કર્યા છે. કમલેશ તિવારીની હત્યા થયા બાદ ઘટનાસ્થળે પહોંચેલી ઉત્તરપ્રદેશ પોલીસને મિઠાઈનું બોક્સ મળી આવ્યું હતું. તપાસ કરતા આ મિઠાઈ સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ધરતી નમકીન નામની દુકાનમાંથી ખરીદવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આથી તાત્કાલિક ઉત્તરપ્રદેશ પોલીસે ગુજરાત એટીએસને જાણ કરી હતી. એટીએસે આ દુકાને જઈને સીસીટીવી ફુટેજની ચકાસણી કરતા આરોપીઓ મિઠાઈ ખરીદતા સીસીટીવીમાં ઝડપાઈ ગયા હતા. બાદમાં પોલીસે સુરતના ઉમરવાડા લિંબાયત ખાતે રહેતા રશીદ, મોસીન અને શહેજાનની ધરપકડ કરી હતી.

કમલેશ તિવારીની ચાકુના ઘા મારીને હત્યા કર્યા બાદ મોઈનુદ્દીને રસીદને ફોન જોડયો હતો. તેણે રસીદને કામ થઈ ગયું છે કહીને ફોન સ્વીચ ઓફ કરી નાંખ્યો હતો. પોલીસે ધરપકડ કરાયેલા ત્રણેય કાવતરાખોરોના ફોન કબજે કર્યા છે. જેને આધારે પોલીસ હવે તેઓ કોના કોના સંપર્કમાં હતા તેની જાણ થશે, એમ પોલીસે જણાવ્યું હતું.
First published: November 2, 2019
વધુ વાંચો
अगली ख़बर