સુરત શહેર આહીર સમાજ દ્વારા 502 યુગલોના સમૂહલગ્ન સોમવારે થઈ રહ્યાં છે ત્યારે કાલે સમૂહલગ્ન પૂર્વે મહેંદી રસમનો કાર્યક્રમ યોજાયો હતો. આ ફક્ત એક કાર્યક્રમ ન બની રહેતા એક વર્લ્ડ રેકોર્ડ તરીકે પણ સ્થાપિત થયો છે.
કાલે સુરત શહેર આહીર સમાજ દ્વારા સોમવારે યોજાવા જનારા લગ્નપ્રસંગ પૂર્વે થયેલા મહેંદી રસમના કાર્યક્રમમાં એક રેકોર્ડ બન્યો હતો. ફક્ત સુરત કે ગુજરાતમાં જ નહિ પણ દુનિયામાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં બહેનોએ હાજર રહીને મહેંદી મૂકી હતી. 2448 જેટલી બહેનોએ હાથમાં મહેંદી મુકાવી હતી. જ્યારે તેટલી જ બહેનોએ હાથમાં મહેંદી પાડી આપી હતી. મહેંદી મુકવાનો જૂનો રેકોર્ડ નડિયાદમાં 1200 બહેનોના નામે હતો. જ્યારે આ રેકોર્ડ સુરતની આહીર સમાજની દિકરીઓએ તોડ્યો છે.
#Gujarat: Ahead of a mass marriage ceremony to be held on 5 Feb, an event was held in an attempt to enter the Guinness World Records of most women being applied mehendi (henna tattoo) at a time. 2500 women applied mehendi to 2500 women at the event in #Surat, yesterday. pic.twitter.com/KyrKDWzSQI
સુરતના નામે આ રેકોર્ડ બનાવીને દિકરીઓએ અને સમાજે પણ ગૌરવની લાગણી અનુભવી હતી. આ પહેલા સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા 900 જેટલી દિકરીઓએ હાથમાં મહેંદી મૂકી હતી. ત્યારે સુરતમાં પહેલીવાર આહીર સમાજ દ્વારા યોજાયેલા મહેંદી રસમના કાર્યક્રમમાં 2448 દિકરીઓએ મહેંદી મુકાવીને આ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવી સુરતનું નામ રોશન કર્યું છે. મહત્વનું છે કે 502 દીકરીઓના સમૂહલગ્ન જે સોમવારે યોજાવા જઇ રહ્યા છે તે પણ એક રેકોર્ડ જ હશે.જ્યારે કોઈ સમાજના યુવક-યુવતીઓ આટલી સંખ્યામાં કોઈ પ્રભુતામાં પગલાં પાડશે.
સ્ટોરી: કિર્તેશ પટેલ, સુરત
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર