સુરત: કાપડના વેપારીઓનું 150 કરોડ રૂપિયાનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાયું


Updated: July 22, 2020, 11:24 PM IST
સુરત: કાપડના વેપારીઓનું 150 કરોડ રૂપિયાનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાયું
પ્રતિકાત્મક તસવીર

અન્ય એક કેસમાં એક ટેક્સટાઇલ મેન્યુફેક્ચર દ્વારા તેની મશીનોની કિંમત ઓછી બતાવીને ચુનો ચોપડવામા આવતો હતો.

  • Share this:
સુરત : જીએસટીના ડીજીજીઆઇને કેટલાક વેપારીઓ બોગસ બિલીંગમાં સંડોવાયેલા હોવાની બાતમી મળી હતી, જેના આધારે વિભાગે કાર્યવાહી કરતા કેટલાક સ્થળો પર તપાસ કરી હતી. જેમાં કોલકાતાની કન્હૈયા કાર્ગો મુવર્સ પાસેથી સુરતના કેટલાક કાપડના વેપારીઓએ ખોટી રીતે માલ મંગાવ્યા હોવાના બિલો અને ટ્રાસંપોર્ટના ઓર્ડર મેળવતા હતા.

સુરતના વેપારીઓ કેશ અથવા આરટીજીએસ માધ્યમથી ટ્રાંસપોર્ટરને રૂપિયા મોકલી આપતા હતા. જે પુન: તેમને એજન્ટ વડે પરત મળી જતા હતા તેના અવેજમાં એજન્ટ બે ટકા કમિશન ચાર્જ કરતો હતો. વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એક એજન્ટના ત્યાંથી 20લાખ રૂપિયાની કેશ મળી આવી છે. અત્યાર સુધી 150 કરોડ રૂપિયા સુધીનું આ બોગસ બિલીંગ કૌભાંડ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોસુરત : સ્મીમેર હોસ્પિટલે 128 દર્દીને આયુર્વેદિક ટ્રીટમેન્ટથી સાજા કર્યા, જાણો - કયા ઉકાળા અને ઔષધીથી સાજા થયા દર્દી

અન્ય એક કેસમાં એક ટેક્સટાઇલ મેન્યુફેક્ચર દ્વારા તેની મશીનોની કિંમત ઓછી બતાવીને ચુનો ચોપડવામા આવતો હતો. કંપની સંચાલકો મશીનની કિમત ઓછી બતાવતા હતા અને તેટલી રકમનો ચેક લેતા હતા. જોકે મશીનની કિમત વધારે હોવાથી બાકીની રકમ કેશમાં લેતા હતા. આ રીતે તેઓને ઓછી જીએસટી ચુકવવી પડતી હતી. આ કેસમાં વિભાગે 80 લાખ રૂપિયાની જીએસટી ચોરી પકડી છે જે પૈકી 68લાખની રિકવરી કરી લીધી છે.

ત્રીજા કેસમાં ડીજીજીઆઇના અધિકારીઓ દ્વારા ખેડાની જેટ ફાઇબરમા દરોડા પાડી 10 કરોડ રૂપિયાની જીએસટી ચોરી ઝડપી પાડવામા આવી હતી. ખેડાની જેટ ફાઇબર પ્રાઇવેટ લિમિટેડ પાણીની ટાંકીઓ સહિતનું મેન્યુફેક્ચરિંગ કરે છે તેઓની રાજ્યમાં કેટલાક સ્થળોએ ઓફિસ છે. જેટ ફાઇબર દ્વારા ખોટા બિલોના આધારે 10 કરોડ રૂપિયાની બોગસ આઇટીસી મેળવી લીધા હોવાનું વિભાગે જણાવ્યું હતું.
Published by: kiran mehta
First published: July 22, 2020, 11:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading