સુરત : સ્કૂલે ગરીબ વિદ્યાર્થીની ફી માફ કરી, વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવી ગુરુદક્ષિણા આપી


Updated: June 15, 2020, 9:43 AM IST
સુરત : સ્કૂલે ગરીબ વિદ્યાર્થીની ફી માફ કરી, વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવી ગુરુદક્ષિણા આપી
બ્રિજેશ સાવલિયાએ સ્કૂલનું નામ રોશન કર્યું.

ધોરણ-10નું પરિણામ સારું આવતા સ્કૂલે ગરીબ પરિવારના દીકરીની ધોરણ-11 અને 12ની ફી માફ કરી દીધી હતી.

  • Share this:
સુરત : આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ (GSEB HSC Result 2020) આવતા શાળા (School) સાથે વિધાર્થીઓ (Students)માં ખુશી જોવા મળી છે. જેમાં સુરત જિલ્લા (Surat District)નું પરિણામ 80.66% જાહેર થયું છે. આજે એક એવા વિદ્યાર્થીની વાત કરવી છે જેની ફી સ્કૂલ તરફથી માફ કરવામાં આવી હતી. તેના બદલામાં આ વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવીને સ્કૂલની નામ રોશન કર્યું છે. પરિણામને કારણે વિદ્યાર્થીના ચહેરા પર ચોક્કસ ખુશી છે પરંતુ હવે આગળના અભ્યાસને લઈને તેને ચિંતા પણ સતાવી રહી છે.

સુરતના સાવ ગરીબ પરિવારમાં આવતા એક તેજસ્વી વિદ્યાર્થીની ફી સ્કૂલ તરફથી માફ કરી દેવામાં આવી હતી. અભ્યાસ માટે પૈસા ન હોવાથી સુરતની આશાદીપ ગુપ ઑફ સ્કૂલ તરફથી ધોરણ 10નું પરિણામ સારું આવતા બ્રિજેશ સાવલિયાની ધોરણ-11 અને ધોરણ-12ની ફી માફ કરી દેવામાં આવી હતી. સ્કૂલ તરફથી ફી માફીની મદદ બાદ વિદ્યાર્થીએ પણ સ્કૂલને A1 ગ્રેડ મેળવીને સ્કૂલનું નામ રોશન કરી દીધુ છે.

ગ્રેડ પ્રમાણે રિઝલ્ટ


આ પણ વાંચો : ધોરણ 12 સમાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓેએ બાજી મારી, 82% પરિણામ સાથે અવ્વલ

ગ્રેડની સમજ.


પરિવારના ચાર સભ્યો સાથે એક રૂમના ભાડાના મકાનમાં રહેતા બ્રિજેશ સાવલિયાએ પરીક્ષામાં A1 ગ્રેડ મેળવ્યો છે. બ્રિજેશના ચહેરા પર સારા માર્ક્સની ખુશી જરૂર છે પરંતુ સાથે તેને આગળના અભ્યાસની ચિંતા કોરી ખાય છે. કારણ કે લૉકડાઉને લઇને મહિને 10 હજાર રૂપિયા કમાતા તેના રત્નકલાકર માતા-પિતાની આવક બંધ છે. પરિવાર કેમ પણ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે.

બ્રિજેશ હવે આગળ સીએસ કરવા માંગે છે. આથી પરિવારને આગળ અભ્યાસ માટે ફીની ચિંતા છે. પિતાની આવક નથી ત્યારે આ વિધાર્થી ઉચ્ચ અભ્યાસ કરીને પોતાના પિતાની મદદ કરવા માંગે છે. સ્કૂલે ધોરણ-12 સુધી ફી માફ કરીને પરિવારની મદદ કરી છે. હવે આગળની ફી પણ માફી મળે તે માટે વિદ્યાર્થી પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ભૂકંપ: લોકોએ ડરવાની જરૂર નથી, આફ્ટર શોકની શક્યતા એકદમ નહીવતઃ વૈજ્ઞાનિક
First published: June 15, 2020, 9:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading