ગ્રાઉન્ડ રિપોર્ટ, આ વખતે મૂળ સુરતીઓ અને સૌરાષ્ટ્રવાસી પાટીદારો વચ્ચે સીધી ટક્કર

News18 Gujarati
Updated: April 21, 2019, 4:30 PM IST
ગ્રાઉન્ડ રિપોર્ટ, આ વખતે મૂળ સુરતીઓ અને સૌરાષ્ટ્રવાસી પાટીદારો વચ્ચે સીધી ટક્કર
દર્શનાબેન જરદોશ, અશોક અધેવાડા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સુરત શહેર 1989થી ભાજપનો મજબૂત ગઢ રહ્યો છે. 1989 બાદ યોજાયેલી લોકસભાની આઠ ચૂંટણીમાં સુરત સંસદીય બેઠક ભાજપે જંગી સરસાઇથી જીતી છે. 2014ની લોકસભા ચૂંટણી વખતે મોદી લહેરને કારણે ભાજપના ઉમેદવાર દર્શના જરદોશે ૫,૩૨,૫૨૫ મતની જંગી સરસાઇ મેળવી હતી. જો કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં સુરત સંસદીય મત વિસ્તારમાં આવતી સાત વિધાનસભા બેઠકમાં ભાજપની સરસાઇ ઘટીને 3,01,655 થઇ હતી.

આ વખતે પણ લાંબી મથામણ બાદ ભાજપે દર્શના જરદોશને રિપીટ કર્યા છે. જયારે સામે પક્ષે કોંગ્રેસે મૂળ ભાવનગરના વતની અને યુવા પાટીદાર વ્યવસાયી અશોકભાઇ વલ્લભભાઇ પટેલની ઉર્ફે અશોક અધેવાડાની પસંદગી કરી છે. રાજકીય નિષ્ણાતોના માટે સત્તા વિરુદ્ધના સમીકરણો અને પાટીદારોના સૌરાષ્ટ્રના પાટીદારોના વર્ચસ્વના પગલે આ વખતે સુરતની બેઠક આસાનીથી જીતી શકવી ભાજપ માટે સરળ નથી !


અહીં ક્લિક કરી વાંચોઃ જૂનાગઢ: પુંજાભાઈ વંશ Vs રાજેશ ચુડાસમા, કોણ-કોને હંફાવશે?

1989માં રામજન્મભૂમિ આંદોલનની અસર બાદ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે પહેલી વખત સુરતમાં ખાતુ ખોલ્યું હતું. ગુજરાત ભાજપના શક્તિશાળી નેતા કાશીરામ રાણા સતત છ ટર્મ સુરતના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2009માં કાશીરામ રાણાની જગ્યાએ દર્શના જરદોશને ટિકિટ અપાઇ. તેઓ બે ટર્મથી સુરતના સાંસદ છે. જો કે 2014 જેવી મોદી લહેર આ વખતે નથી. શહેર ભાજપના નેતાઓની આંતરિક ખેંચતાણ અને જૂથબંધીને કારણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં સુરત સંસદીય બેઠક અંતર્ગત આવતી સાત વિધાનસભા બેઠકમાં ભાજપની સરસાઇ ઘટી હતી.

શું છે મુખ્ય સમસ્યાઓ ?સુરત એરપોર્ટ, હીરા-કાપડ ઉદ્યોગકારો માટે જીએસટી અને નોટબંધી તથા પાટીદાર આંદોલનની અસર અહીંના મુખ્ય મુદ્દાઓ છે. જો કે, મોદી પ્રત્યેનું ગાંડપણ સુરતીઓમાં હંમેશાથી રહ્યું છે, જે તમામ મુદ્દાઓથી પર છે !

જાતિગત સમીકરણો:
આ બેઠક ઉપર પાટીદાર મતદારો પ્રભાવી સંખ્યામાં છે, જે પૈકી સૌરાષ્ટ્રના સ્થળાંતરિત પાટીદારોની બોલબાલા અહીં વધારે છે. આ ઉપરાંત સ્થાનિક રાણા, કોળી, મુસ્લિમ, દલિત અને અન્ય પછાત વર્ગો પણ મોટી સંખ્યામાં છે.

અહીં ક્લિક કરી વાંચોઃ પાટણની પ્રભુતા કોણ જાળવશે, કોંગ્રેસ કે ભાજપ ?

સાંસદનું રિપોર્ટ કાર્ડ
સુરત લોકસભા બેઠક પરથી છેલ્લી બે ટર્મથી જંગી બહુમતિથી ચૂંટાતા દર્શના જરદોશની વ્યક્તિગત સંપત્તિમાં છેલ્લા દસ વર્ષમાં ૧૦૭ ટકા વધારો થયો છે. પરંતુ પોતાના મતવિસ્તાર માટે ભાગ્યેજ કૈક કર્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

કોની વચ્ચે છે જંગ?
ભાજપના દર્શના જરદોશ અને કોંગ્રેસના યુવા પાટીદાર નેતા અશોક અધેવાડા વચ્ચે અહીં જંગ જામશે

અનુમાન :
રાષ્ટ્રીય અને આંતકવાદ વિરુદ્ધની લડાઈ સામે વડાપ્રધાન મોદીએ ઉભા કરેલા વાતાવરણને સુરતીઓ વધાવી લે તો અહીં ફરી વખત માત્ર 'મોદી ફેક્ટર' ના લીધે દર્શના જરદોશ ફરી એકવખત સફળ થઇ શકે છે.
First published: April 11, 2019, 7:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading