Home /News /south-gujarat /

સુરત : ગ્રીષ્માના હત્યારા ફેનિલના 3 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ આ મુખ્ય સાત મુદ્દાની તપાસ કરશે

સુરત : ગ્રીષ્માના હત્યારા ફેનિલના 3 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ આ મુખ્ય સાત મુદ્દાની તપાસ કરશે

Grishma Vekariya Murder Case : ફેનિલ ગોયાણીને કોર્ટમાં રજૂ કરાયો, ગ્રીષ્મા હત્યા કેસમાં તપાસ કરશે પોલીસ

Grishma Vekariya Murder Case: સુરતના કામરેજ ખાતે (Surat Kamrej) નામની યુવતીને (Grishma Vekariya Murder Case) જાહેરમાં હત્યા કરી નાખી, હવે ફેનિલને કાયદાની ભાષામાં દોષિત પુરવાર કરવા પોલીસ આવી રીતે ગાળોયિ કસ્યો છે

Grishma Vekariya Murder Case: સુરતના કામરેજ ખાતે (Surat Kamrej) નામની યુવતીને (Grishma Vekariya Murder Case) જાહેરમાં પ્રેમમાં પાગલ એવા ફેનિલ ગોયાણી નામના (Fenil goyani) યુવાને ગળું કાપી હત્યા કરી હતી. કરપીણ હત્યા કર્યા બાદ ફેનિલે પોતે નસ કાપવાનું નાટક કર્યુ હતું અને ઝેરી દવાના ટીકડા પીધા હતા. જોકે, ફેનિલને ત્યારબાદ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફેનિલ ગોયાણીને ગઈકાલે પોલીસ હૉસ્પિટલમાંથી કબજો મેળવી આજે કોર્ટમાં રજૂ કર્યો છે. પોલીસે ફેનિલના રિમાન્ડ (Fenil goyani Remand) માટે મુખ્ય આ મુદ્દાઓના આધારે રજૂઆત કરી છે. પોલીસ તેને લઈને કામરેજની કઠોર કોર્ટમાં પહોંચી હતી. જ્યાં કોર્ટે ફેનિલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

દરમિયાન આજે ફેનિલની એક કથિત ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ છે જેમાં તેણે ગ્રીષ્માને પતાવી નાખવાની વાત કરી હતી. પોતાના જ મિત્ર સાથે તેણે ગ્રીષ્માની હત્યા કરવા જતો હોવાની વાત કરી હતી. આ ઓડિયો ક્લિપની સત્યતા સામે આવી નથી પરંતુ તેમાં બોલનારી વ્યક્તિ ફેનિલ અને તેનો મિત્ર હોવાની વાત છે.

ફેનિલની આ ઓડિયો ક્લિપ પણ ટોક ઓફ થ ટાઉન બની રહી છે. ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમ સબંધ હતો કે નહોતો તે મુખ્ય વાત નથી પરંતુ મુખ્ય મુદ્દો જે પ્રકારે તેણે જાહેરમાં હત્યા કરી છે તેની નિર્મમતા છે. આ પ્રકારે ફેનિલની તરફેણમાં હવે વકીલો શું દલીલ કરશે તે પણ જોવું રહ્યું.

આ પણ વાંચો : સુરત : ગ્રીષ્માનો હત્યારો ફેનિલ હવે પોલીસના સકંજામાં, સ્ટ્રેચર પર લઈ ગયા, નસ કાપી ન હોવાની વિગતો ખૂલી

SITની રચના કરવામાં આવી છે

ગ્રીષ્મા વેકરિયાની હત્યાની તપાસ કરવા માટે સરકારે SITની રચના કરી છે. આ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. આ સાથે જ SIT હવે ફેનિલની પૂછપરછ કરશે અને તેની તપાસ કરી અને ફેનિલ ગોયાણીને કોર્ટમાં દોષિત ઠેરવવા માટે પુરાવા એકત્રિત કરશે.

ફેનિલ કપલ બોક્સ ચલાવતો હતો

ગુનાહિત ઇતિહાસ ધરાવતો ફેનિલ કપલ બોક્સ-couple box ચલાવવાની સાથેની ગેરકાયદેસરની પ્રવૃત્તિ તો કરતો હતો. ફેનિલ વર્ષ 2020ના એપ્રિલ મહિનાની ચોથી તારીખે કતારગામ વિસ્તારમાંથી ઈનોવા ગાડી લીધા બાદ સાંજે માલિકને ઘરે પરત કરી આવ્યો હતો. જોકે, ગણતરીના કલાકોમાં આ ગાડી ચોરી થઈ જતા એનો માલિક કતારગામ પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોતાની ઈનોવા ચોરાઈ ગઈ હોવાની વિગત પોલીસને આપી હતી.

ફેનિલના રિમાન્ડના મુદ્દા

1. આરોપીએ ગુનો કરવામાં બે મોટા છરાનો ઉપયોગ કરેલ છે.તે પૈકી એક છરો ક્યાંથી કોની પાસે અને કેવી રીતે મેળવેલ છે.તે બાબતે ઉંડાણપુર્વકની તપાસ કરવા આરોપીની હાજરીની જરૂર છે.

2 ગુનો કરવામાં હાલના આરોપી ઉપરાંત અન્ય કોઇ આરોપીની સંડોવણી છે કે કેમ ? તે અંગે આ આરોપીને સાથે રાખી ઉંડાણપુર્વકની તપાસ કરવા આરોપીની હાજરીની જરૂર છે.

3. આરોપી અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ ? તે દિશામાં તપાસ કરવા આરોપીની હાજરીની જરૂરીયાત છે.

4. આરોપીને સાથે રાખી ઘટના અંગેનું રીકંસટ્રકશન પંચનામુ કરવાનું હોય આરોપીની હાજરીની જરૂરીયાત છે.

આ પણ વાંચો : સુરત : ગ્રીષ્મા વેકરિયાનો હત્યારો ફેનિલ અગાઉ પોલીસના ચોપડે નોંધાઈ ચુક્યો છે, મિત્રો સાથે કર્યો હતો કાંડ

5. આરોપીએ ગુનો કર્યા બાદ સાહેદ સાથે કરેલ વાતચીતનું રેકોડીંગ થયેલ હોય જેથી વોઇસ સ્પેકટ્રોગ્રાફી કરવા અર્થે સાહેદ તથા આરોપીને ગાંધીનગર એફ.એસ.એલ ખાતે લઇ જઇ વોઇઝ સેમ્પલ લેવડાવવા હાજરીની જરૂરીયાત છે

7. આરોપીની ઓળખ માટે સાયન્ટીફીક પુરાવા મેળવવા આરોપીની હાજરીની જરૂરીયાત છે.

8.આરોપી પોલીસ પધ્ધતિથી વાકેફ હોય અને હકીકત છુપાવતો હોય તેમજ આરોપીને ઇજા થયેલ હોય યુકતિ પ્રયુકતિ પુર્વક ગુનાને લગતી ઝીણવટ ભરી પુછપરછ કરવા આરોપીની હાજરીની જરૂરીયાત છે..
Published by:Jay Mishra
First published:

Tags: Grishma Vekaria Case, Grishma Vekaria murder case, ગુજરાતી સમાચાર, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन