Home /News /south-gujarat /સુરત : ગ્રીષ્માનો હત્યારો ફેનિલ હવે પોલીસના સકંજામાં, સ્ટ્રેચર પર લઈ ગયા, નસ કાપી ન હોવાની વિગતો ખૂલી

સુરત : ગ્રીષ્માનો હત્યારો ફેનિલ હવે પોલીસના સકંજામાં, સ્ટ્રેચર પર લઈ ગયા, નસ કાપી ન હોવાની વિગતો ખૂલી

ગણતરીના દિવસોમાં 2500 પાનાની ચાર્જશીટ પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને કડકમાં કડક સજા થાય તેવી સમાજમાંથી માંગ ઉઠતા પોતાની સાથે જ સરકાર દ્વારા આ કેસને જલ્દીથી પૂર્ણ કરવા માટે સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

Grishma Vekariya Murder Case :  સુરતના કામરેજમાં ગ્રીષ્મા વેકરિયાની ગળું કાપી અને હત્યા કરનાર ફેનિલ ગોયાણીને સ્ટ્રેચર પર પોલીસ કામરેજ પોલીસ સ્ટેશન લઈ ગઈ

સુરત : સુરતના કામરેજ ખાતે (Surat Kamrej) નામની યુવતીને (Grishma Vekariya Murder Case) જાહેરમાં એક તરફી પ્રેમમાં પાગલ એવા ફેમિલી નામના યુવાને ગળું કાપી હત્યા કરવાનો મામલો ગુજરાતમાં talk of the town બની રહ્યો છે ત્યારે આરોપી ફેનિલ ગોયાણી (fenil Goyani discharged)ને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. આજે ગ્રીષ્માના અંતિમ સંસ્કાર થયા બાદ પોલીસ સાંજે ફેનિલને જાપ્તામાં હોસ્પિટલમાંથી લઈ જઈ રહી છે.

ફેનિલ સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં 302 હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તેની ધરપકડ કરી અને તેની પૂછપરછ શરૂ કરશે ત્યારે હકિકતમાં હત્યાનું કેવી રીતે પ્લાનિંગ કર્યુ તે બહાર આવશે. ફેનિલને સાથે રાખી અને મૃતક દીકરીના ઘર પાસે રિકનસ્ટ્રક્શન કરવામાં આવશે પરંતુ પોલીસ બંદોબસ્ત વધારવો પડશે. લોકોમાં ફેનિલ ગોયાણી માટે એટલો રોષ છે કે તેના પર હુમલો થઈ શકે છે.

ફેનિલે નસ ન કાપી હોવાની વિગતો

દરમિયાન ફેનિલ ગોયાણીની તબિયત અંગે માહિતી સામે આવી રહી છે કે તેણે પોતાની નસ કાપી જ નહોતી ફક્ત ચામડી કાપી હતી. તેણે નસ કાપવાનું નાટક કર્યુ હોવાની શક્યતા છે. જોકે, મેડિકલ રિપોર્ટ પોલીસ મેળવે પછી વધુ ખુલાસા થશે.

આ પણ વાંચો : સુરત : ગ્રીષ્મા વેકરિયાનો હત્યારો ફેનિલ અગાઉ પોલીસના ચોપડે નોંધાઈ ચુક્યો છે, મિત્રો સાથે કર્યો હતો કાંડ

ફેનિલને 10 ટાંકા આવ્યા છે

સિવિલ હૉસ્પિટલમાં નરાધમ ફેનિલને તબીબોએ સારવાર આપી છે જ્યાં તેને 10 ટાંકા આવ્યા છે. 48 કલાકથી ગોયાણીને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર આપાવમાં આવી હતી. ત્યારબાદ તેને રજા આપવામાં આવી છે.

ફેનિલ કપલ બોક્સ ચલાવતો હતો

ગુનાહિત ઇતિહાસ ધરાવતો ફેનિલ કપલ બોક્સ-couple box ચલાવવાની સાથેની ગેરકાયદેસરની પ્રવૃત્તિ તો કરતો હતો. ફેનિલ વર્ષ 2020ના એપ્રિલ મહિનાની ચોથી તારીખે કતારગામ વિસ્તારમાંથી ઈનોવા ગાડી લીધા બાદ સાંજે માલિકને ઘરે પરત કરી આવ્યો હતો. જોકે, ગણતરીના કલાકોમાં આ ગાડી ચોરી થઈ જતા એનો માલિક કતારગામ પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોતાની ઈનોવા ચોરાઈ ગઈ હોવાની વિગત પોલીસને આપી હતી.
" isDesktop="true" id="1179787" >

ફેનિલનું નામ ચોરીમાં આવતા ઝડપાયો હતો

ગાડી ચોરી થયાના ગણત્રીના કલાકો પહેલા જ પહેલા ગાડી બીજે હોવાને લઈને પોલીસે ફેનિલની પૂછપરછ કરતા તેણે આ ગાડી પોતાના બે મિત્રો સાથે ચોરી હતી અને આ ગાડી કોઈપણ વ્યક્તિને ત્યાં ગીરવે મૂકી લાખ અથવા તો બે લાખ રૂપિયા લઇ પોતાના મોજશોખ માટે વાપરવાની તૈયારી કરી હતી.

આ પણ વાંચો : સુરત ગ્રિષ્મા વેકરિયા હત્યા કેસ: આરોપીનો છે ગુનાહિત ઇતિહાસ, કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર ચલાવતો હતો

જોકે તે સમયે કતારગામ પોલીસે ગુનો દાખલ કરી અને તેના બે મિત્રોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. આમ કઈ પહેલેથી જ જુના ઇતિહાસ અને મોજશોખ માટે પ્રવૃત્તિ કરતો હોવાની વિગતો સતત સામે આવી રહી છે
Published by:Jay Mishra
First published:

Tags: Grishma Vekaria Case, Grishma Vekaria murder case, સુરત, સુરતના સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો