Home /News /south-gujarat /

સુરત : ગ્રીષ્મા વેકરિયાનો હત્યારો ફેનિલ અગાઉ પોલીસના ચોપડે નોંધાઈ ચુક્યો છે, મિત્રો સાથે કર્યો હતો કાંડ

સુરત : ગ્રીષ્મા વેકરિયાનો હત્યારો ફેનિલ અગાઉ પોલીસના ચોપડે નોંધાઈ ચુક્યો છે, મિત્રો સાથે કર્યો હતો કાંડ

Grishma Vekariya Murder Case : ગ્રિષ્માનો હત્યારો ફેનિલ અગાઉ ઈનોવાર ચોરીમાં ઝડપાયો હતો

Grishma Vekariya Murder Case : સુરતના કામરેજમાં ગ્રીષ્મા વેકરિયાની ગળું કાપી અને હત્યા કરનાર ફેનિલ વેકરિયા રીઢા ગુનેગાર જેવો, અગાઉ પણ પોલીસની હવા ખાઈ ચુકયો છે.

સુરત : સુરતના કામરેજ ખાતે (Surat Kamrej) નામની યુવતીને (Grishma Vekariya Murder Case) જાહેરમાં એક તરફી પ્રેમમાં પાગલ એવા ફેમિલી નામના યુવાને ગળું કાપી હત્યા કરવાનો મામલો ગુજરાતમાં talk of the town બની રહ્યો છે ત્યારે આરોપી ફેનિલ ગોયાણી (fenil Goyani)ની ક્રાઈમ કુંડળી સામે આવી છે. ફેનિલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અને સાથે કતારગામ વિસ્તારમાં ઈનોવા ગાડીની (Innova) ચોરી કેસમાં (Theft Case) પકડાયેલ ચૂક્યો હતો  ગાડી ચોરી થયા બાદ તેને ગીરવે મૂકી પૈસા લઇ લેવાનો તૈયારી કરતો હતો તે સમયે પોલીસે અને તેના બે સાગરીતોને ઝડપી પાડયા હતા.

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટીયા પાસે ગ્રીષ્મા વેકરિયા (Grishma Vekariya) નામની યુવતીનું બે દિવસ પહેલા એક તરફી પ્રેમમાં પાગલ એવા ફેનિલ ગોયાણી (Fenil Goyani)એ જાહેરમાં ચપ્પુના વડે તેનું ગળુ કાપી તેની ઘાતકી હત્યા કરી નાખતી હતી સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ફેનિલ કપલ બોક્સ ચલાવતો હતો

ખાસ કરીને ગુનાહિત ઇતિહાસ ધરાવતો ફેનિલ કપલ બોક્સ-couple box ચલાવવાની સાથેની ગેરકાયદેસરની પ્રવૃત્તિ તો કરતો હતો. ફેનિલ વર્ષ 2020ના એપ્રિલ મહિનાની ચોથી તારીખે કતારગામ વિસ્તારમાંથી ઈનોવા ગાડી લીધા બાદ સાંજે માલિકને ઘરે પરત કરી આવ્યો હતો.

આરોપી હત્યારો કપલ બોક્સ અને સ્મોકિંગ ઝોન ચલાવતો હતો


જોકે, ગણતરીના કલાકોમાં આ ગાડી ચોરી થઈ જતા એનો માલિક કતારગામ પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોતાની ઈનોવા ચોરાઈ ગઈ હોવાની વિગત પોલીસને આપી હતી.

આ પણ વાંચો : સુરત : ગ્રીષ્માની હત્યાના બે દિવસ બાદ પણ પરિવાર નથી કરી શક્યો અંતિમ સંસ્કાર, પિતાની જોવાઈ રહી છે રાહ

કતારગામ પોલીસમાં ચોરીની ફરિયાદ થઈ હતી

પોલીસને ચોરીની ફરિયાદ મળતા જ કતારગામ પોલીસ સતર્ક થઇ હતી અને ગાડીમાં લાગેલા જીપીઆરએસ ની મદદથી ગણતરીની મિનિટોમાં ગાડીને કડોદરા ખાતેથી કોર્ડન કરી ઝડપી લીધી હતી. જો કે ગાડીમાં તે સમયે કોઇ ના હોવાથી પોલીસે ગાડી કબજે કરી આ મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસની સામે તપાસ દરમિયાન ફેનિલનું નામ બહાર આવ્યું હતું.



ગાડી ગીરવે મૂકી મોજશોખ કરવાની તૈયારીમાં હતો ફેનિલ

ગાડી ચોરી થયાના ગણત્રીના કલાકો પહેલા જ પહેલા ગાડી બીજે હોવાને લઈને પોલીસે ફેનિલની પૂછપરછ કરતા તેણે આ ગાડી પોતાના બે મિત્રો સાથે ચોરી હતી અને આ ગાડી કોઈપણ વ્યક્તિને ત્યાં ગીરવે મૂકી લાખ અથવા તો બે લાખ રૂપિયા લઇ પોતાના મોજશોખ માટે વાપરવાની તૈયારી કરી હતી.

આ પણ વાંચો : સુરત ગ્રિષ્મા વેકરિયા હત્યા કેસ: આરોપીનો છે ગુનાહિત ઇતિહાસ, કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર ચલાવતો હતો

જોકે તે સમયે કતારગામ પોલીસે ગુનો દાખલ કરી અને તેના બે મિત્રોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. આમ કઈ પહેલેથી જ જુના ઇતિહાસ અને મોજશોખ માટે પ્રવૃત્તિ કરતો હોવાની વિગતો સતત સામે આવી રહી છે
Published by:Jay Mishra
First published:

Tags: Grishma Vekaria Case, Grishma Vekaria murder case, ગુજરાતી સમાચાર, સુરત હત્યા, સુરતના સમાચાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन