Home /News /south-gujarat /

ગ્રીષ્મા મર્ડર કેસમાં આફ્રિકાથી આવેલાં પિતા દીકરીનો મૃતદેહ જોઇ ફસડાઇ પડ્યાં, 'હાલમાં કંઇ બોલતા જ નથી'

ગ્રીષ્મા મર્ડર કેસમાં આફ્રિકાથી આવેલાં પિતા દીકરીનો મૃતદેહ જોઇ ફસડાઇ પડ્યાં, 'હાલમાં કંઇ બોલતા જ નથી'

ગ્રીષ્માનાં પિતાને લાગ્યો છે ઘેરો આઘાત

Grishma Vekaria Murder Case: ગ્રીષ્માનાં અણધારા નિધનથી આખો પરિવાર શોકમાં છે. દીકરાનાં જવાનું દુખ એટલું છે કે, ઘરનાં કોઇનાં મોઢેથી તેનું નામ સુકાતું નથી. સૌ કોઇ ગ્રીષ્માની વાતો વાગોળી રહ્યાં છે.

ગ્રીષ્માનાં અણધારા નિધનથી આખો પરિવાર ભાંગી પડ્યો છે. પિતા આફ્રિકાથી આવ્યાં કે તેમણે દીકરીનો મૃતદેહ જોયો. આ જોઇને તેઓ ત્યાં જ ફસડાઇ પડ્યાં હતાં. આ સમયે તેઓ એ હદે તુટી ગયા હતા કે તેમને સંભાળવાં ચાર લોકોની જરૂર પડી હતી. તેમની મદદથી જ તેઓ દીકરીની અંતિમ પ્રદક્ષિણા ફર્યા હતાં. ત્યાં હાજર નજરે જોનારાએ આ ઘટના વર્ણવી છે. સ્મશાનમાં પણ તેઓ નજર નહોતા આવ્યાં. ગ્રિષ્માનાં ભાઇએ તેને મુખાગ્નિ આપી હતી. ગ્રિષ્માની માતાનો રડી રડીને બેહાલ છે. તેઓ દીકરીનાં નામની બુમો પાડ્યા કરે છે. આ આઘાતમાંથી તેમને બહાર આવવાની પ્રભુ શક્તિ આપે તેમ જ આસપાસનાં લોકો કહી રહ્યાં છે. આરોપી પર તો લોકો એટલો ફિટકાર વર્સાવી રહ્યાં છે કે, તેનાં માટે જાહેરમાં ફાંસીની માંગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો-સુરત: કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો, ભાઈએ આપી મુખાગ્નિ, લાચાર માતા-પિતાનું હૈયાફાટ રૂદન

ગત રોજ News18ની ટીમ સાથે વાત કરતાં ગ્રીષ્માનાં ફોઇએ રાધાબેને જણાવ્યું હતું કે,અમે ગંગા જેવી પવિત્ર દીકરી ગુમાવી છે. ગ્રીષ્મા દિવ્યાંગ માતા-પિતાની જ નહીં પણ કુટુંબની લાડકી દીકરી હતી. ઘરકામ સાથે અભ્યાસ કરવો દિવ્યાંગ માતાની સેવા કરવી, સાથે સાથે ઘરમાં ટિકી લગાડવાનું કામ કરી બે રૂપિયા કમાતી આવું એકની એક દીકરી પર ગર્વ હતો. બહાર ગામ જતી તો પણ માતાને દિવસના 3 ફોન કરી હાલચાલ પૂછતી હતી. ઘટનાના દિવસે કહ્યું હતું ફોઈ આજે પરીક્ષાનો છેલ્લો દિવસ છે ચૌટાપુલ જવાનું છે મારે ચપલ અને બુટ્ટી અને કપડાં મુકવાની નાની બેગ લેવાના છે આવશો ને.

આ પણ વાંચો-ફેનિલ વિરુદ્ધ FIR દાખલ, એક વર્ષથી હેરાન કરતો હતો હત્યારો- મોટા પાપા અને ભાઇને પણ માર્યા ચપ્પુનાં ઘા

આ પણ વાંચો-સુરત ગ્રષ્મા વેકરિયા હત્યા કેસ: સાત વખત આરોપી અને યુવતીનાં મોટા પિતા વચ્ચે સમાધાન થયું છતા દીકરીને મારી નાંખી

ગ્રીષ્માનાં મામી વર્ષાબેન અશોકભાઈ કાનાણીએ તેમની ભાણી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, 22 ડિસેમ્બરે જન્મ દિવસની ઉજવણી અમારી સાથે કરી હતી. માથામાં તાજ પહેરી ને ઉજવણી કરી હતી. એવી તૈયાર થઈ હતી કે બસ આખું કુટુંબ ગ્રીષ્માને પરી હૈ તું કહીને જ બોલાવતું હતું. એવું કહેતી કે મારા પપ્પાને મેં મહિનામાં આફ્રિકાથી આવવા દો પછી નૈનિતાલ અને કેરળ ફરવા જવાની છું, 1500 રૂપિયા ભરીને ગિટાર શીખવા જતી હતી.

તલાટી-મામલતદારની પરિક્ષાનું ફોર્મ પણ ભર્યું હતું. રોજ સવારે 4 વાગ્યે ઉઠીને તૈયારી પણ કરતી હતી. એવું પણ કહેતી હું તો ઇન્સ્પેક્ટર બનવા માગું છું, ભણવામાં હોશિયાર હતી. આખું કુટુંબ એને સહકાર આપતો હતો. ગઈ દિવાળી પર માતા અને મામા-મામી સાથે શ્રીનાથજી ફરવા પણ ગઈ હતી. મામીના બ્યૂટીપાર્લરમાં કામ કરતી અને પાર્લરનું શીખતી પણ હતી. તેમજ દુલ્હનને તૈયાર પણ કરવા જતી હતી. બધી જ આવડત હતી.
Published by:Margi Pandya
First published:

Tags: Crime news, Grishma Vekaria Case, Grishma Vekaria murder case, Surat news

આગામી સમાચાર