મોટી ભેટ! સુરતમાં 34 કરોડના ખર્ચે 2 હજાર સીટનો દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ઓડિટોરિયમ બનશે


Updated: June 6, 2020, 9:21 PM IST
મોટી ભેટ! સુરતમાં 34 કરોડના ખર્ચે 2 હજાર સીટનો દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ઓડિટોરિયમ બનશે
પ્રતિકાત્મક તસવીર

ચેમ્બરના સરસાણા ખાતે આવેલા કન્વેન્શન સેન્ટરની જગ્યામાં અંદાજે 6થી 7 હજાર મીટર વિસ્તારમાં અને 2 હજાર સીટની ક્ષમતાવાળા ઓડિટોરિયમ આવનારા દિવસમાં આકાર લેશે.

  • Share this:
સુરતઃ ચેમ્બર ઓફ કોમર્સની (Chamber of Commerce) સાર ઇન્ફ્રાકોન કંપનીને સરસાણા ખાતે દ.ગુજરાતનો (south Gujarat) સૌથી મોટો ઓડિટોરિયમ (Auditorium) બનાવવની સરકારે પરવાનગી આપી છે. 34 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા 2 હજાર સીટની કેપિસિટી ધરાવતા ઓડિટોરિયમ માટે સરકાર રૂ.24.50 કરોડની ગ્રાંટ આપશે.

ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલી કંપની સાર ઈન્ફ્રાકોનના ચેરમેન ભરત ગાંધી સહિતના ડિરેક્ટર રાજેન્દ્ર ચોખાવાલા, બી.એસ.અગ્રવાલ, અશોક શાહ જણાવે છે કે, શહેરમાં મેડીકલ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ બ્રાંચની મોટી અને અગત્યની વિવિધ કોન્ફરન્સ કરવા માટે પુરતી જગ્યા ન હતી. દરમિયાન શહેરને વધુ કેપિસિટી વાળા ઓડિટોરિયમની જરૂર હોવાથી રાજ્ય સરકારને સાર ઇન્ફ્રાકોન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત પર હકારાત્મક વલણ દાખવી સરાકેર આજે ઓડિટોરિયમ માટે મંજૂરી આપી છે.

આ પણ વાંચોઃ-ભેજાબાજ શિક્ષિકા! એક સાથે 25 સ્કૂલોમાં ભણાવતી હતી, સરકારને લગાવ્યો એક કરોડ રૂપિયાનો ચુનો

ચેમ્બરના સરસાણા ખાતે આવેલા કન્વેન્શન સેન્ટરની જગ્યામાં અંદાજે 6થી 7 હજાર મીટર વિસ્તારમાં અને 2 હજાર સીટની ક્ષમતાવાળા ઓડિટોરિયમ આવનારા દિવસમાં આકાર લેશે. જેનું પ્લાનિંગ એન્જિનિયર પી.વી.રામશર્મા દ્વારા કરવામાં આવી રહ્યું છે. વધુમાં, પાર્કિગની સમસ્યા નહીં થાય તે માટે આ કન્વેન્શન સેન્ટરવાળી જગ્યામાં જ 800 ગાડીઓ માટે અંડરગ્રાઉન્ડ પાર્કિગ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આંખના પલકારામાં જ મહિલા કોર્પોરેટરનું પર્સ છીનવી ગઠિયા ફરાર, જુઓ CCTV

રૂપિયા 34 કરોડના ખર્ચે સાકાર થનારા ઓડિટોરિયમ માટે સરકાર રૂ.24.50 કરોડની ગ્રાંટ સરકાર આપશે. સુરત મ્યુનિસિપલ દ્વારા પણ આ ઓડિટોરિયમના નિર્માણમાં યોગદાન આપવાની તૈયારી બતાવાઇ છે.આ પણ વાંચોઃ-Big Breaking: કોરોના વાયરસે આ ભારતીય દિગ્ગજ ખેલાડીનો લીધો જીવ, આખો પરિવાર સંક્રમિત

ઉલ્લેખનીય છે કે, ઘણા વખતથી ચેમ્બરનાં હાલના હોદ્દેદારો અને સાર તથા ટ્રસ્ટ બોર્ડના સભ્યો-ડિરેક્ટર્સ વચ્ચે વિવિધ મુદ્દે મતભેદ ચાલી આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી ઓડિટોરિયમની લીલી ઝંડી આપી દેવાય છે પરંતુ ચેમ્બરના હાલના એકેય હોદ્દેદારો દ્વારા તેને આવકાર અપાયો નથી. દરમિયાન સારના ડિરેક્ટરોએ આગળ આવીને રાજ્ય સરકાર તરફથી ઓડિટોરિયમને પરવાનગી મળી હોવાની વાત જાહેર કરવાની ફરજ પડી હતી.
First published: June 6, 2020, 8:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading