સુરત : 'ચલક ચલાણું, ઓલે ઘરે ભાણું,' વિદેશથી આવેલા યાત્રીઓને ક્વૉરન્ટીન કરવા ખો-ખોની રમત


Updated: June 5, 2020, 3:55 PM IST
સુરત : 'ચલક ચલાણું, ઓલે ઘરે ભાણું,' વિદેશથી આવેલા યાત્રીઓને ક્વૉરન્ટીન કરવા ખો-ખોની રમત
મોરેશિયસથી આવેલા ગુજરાતીઓને ક્વૉરન્ટાઇન થવા માટે ભરૂચ મોકલી દેવામાં આવ્યા હતા.

મોરેશિયસથી આવેલા સુરતીઓ સહિતના યાત્રીઓને શહેરના બદલે ક્વૉરન્ટીન થવા ભરૂચ મોકલ્યા, ભરૂચથી ખો મળી વડોદરાની

  • Share this:
કોરોના વાઇરસને લઈને કેટલાક ગુજરાતી વિદેશમાં ફસાયા હતા. જોકે સરકાર દ્વારા તમામ લોકોને પરત સ્વદેશ તો ભારે મુશ્કેલી બાદ આવામાં સફળતા મળી પણ ભારત પરત આવ્યા બાદ તેમને ગતરોજ મુંબઈથી હોમ કોરન્ટાઇન થવા માટે ગુજરાત ભરૂચમાં બે બસ દ્વારા લેવામાં આવ્યા છે. પણ હોય તેમની રહેવાની કોઈ વ્યવસ્થા નહિ હોવાને લઈએં વિદેશથી પરત આવેલા તમામ લોકો હેરાન થઈ રહ્યા છે.

કોરોના વાઇરસને લઈને દેશ સાથે વિદેશમાં પણ લોકડુઆન આપવમાં આવ્યુ હતું. ત્યારે લોકડાઉન વચ્ચે કેટલાક ગુજરાતી વિદેશમાં ફસાયા હતા. ત્યારે સુરતનું એક કપલ જે લગ્ન કરી મોરેશિયસ ખાતે હનીમૂન કરવા ગયા હતું. જોકે પરત ફરવાના સમયે લોકડાઉન આવતા આ કપલ  ત્યાંજ ફસાઈ ગયું હતું. જોકે સતત બે મહિના સુધી મોરેશિયેસ રહ્યા બાદ આ કપલ  સાથે અનેક  ગુજરાત સરકારને અનેક રજૂઆત બાદ  ગતરોજ ખાસ પ્લેન દ્વારા મોરેશિયેસથી ભારત પરત ફર્યા હતા.

આ પણ વાંચો : સુરત : લૉકડાઉનના લીધે આર્થિક સંકડામણ અનુભવતા પ્લમ્બરે તાપીમાં લગાવી મોતની છલાંગ

જોકે, ભારત ની ધરતી પર ઉતર્યા બાદ આ તમામ લોકોની મુશ્કેલી ઓછી થવાની જગ્યા પર વધી ગઈ હતી. કોરોના ફ્રી દેશમાંથી આવેલા તમામ લોકોને પહેલા ચેકિંગ કરવામાં આવ્યુ ત્યારબાદ તેમને તેમના ઘરે હોમકોરન્ટાઇન થવાને બદલે ભરૂચની સરકારી કોલેજ માં હોમ કોરન્ટાઇન થવાની સૂચન આપવામાં આવી .

જોકે તમામ ગુજરાતીઓ દ્વારા રૂપિયા 2600 આપીને ખાનગી બસ દ્વારા આખી રાતની મુસાફરી ભરુચ ખાતે પહોંચ્યા હતા. જોકે ગતરોજ ભુખ્યા તરસ્યા આ તમામ લોકો ભરુચ પહોંચ્યા પણ તંત્ર દ્વારા તેમની રહેવાની કોઈ વ્યવસ્થા કરાઈ નથી અને તમામ લોકો ને વડોદરા જવા માટે કહેતા સતત હેરાન થઈ રહેલા મુસાફરો પોતાનો સમાન બસ માંથી બહાર કાઢીને ત્યાં જ બેસી ગયા હતા અને પોતાનો રોષ ઠલવાનો શરુ કર્યો હતો.

આ પણ વાંચો :  Coronavirus : ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે સંઘ પ્રદેશ દમણ આવી રીતે રહ્યો corona મુક્તતેમજ તમામ ગુજરાતી લોકોએ તેમને પોતના ઘરમાં હોમ કોરન્ટાઇન થવા માટે ની માંગ કરી હતી .જોકે બે મહિનાથી વિદેશમાં ફસાયેલ ગુજરાત પોતાના દેશ અને પોતાના રાજ્યમાં આવ્યા બાદ પણ તેમની મુશ્કેલી ઓછી થવાની જગ્યા પર સતત વધી રહી હોવાની વાત કરી હતી.
First published: June 5, 2020, 3:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading